રાજકોટ હાતિમી મહોલ્લાના વ્હોરા બિરાદરો દ્વારા ત્રિરંગા રેલી યોજાય
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૪
આજે રાજકોટ ના હાતિમી મોહલ્લા ખાતે આજ રોજ રાજકોટ શહેર ભાજપ ના સહયોગ થી આઝાદીના ૭૫ માં અમૃત વર્ષ ના મોકા પર હાતીમી મોહલ્લા ના દાઉદી વોહરા સમાજ ના યુવકો દ્વારા આજ રોજ તિરંગા રેલી નીકળેલ હતી
જેમાં રાજકોટ શહેર ભાજપ ના મહામંત્રી શ્રી કિશોર ભાઈ રાઠોડ, શ્રી નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ શહેર ભાજપ લઘુમતી મોરચા ના ઉપપ્રમુખ શ્રી ઇબ્રાહિમ ભાઈ સોની, રાજકોટ શહેર ભાજપ આર્થિક સેલ ના કારોબારી સભ્ય તેમજ મારુતિ મધર લેન્ડ સ્કૂલ ના પ્રિન્સીપાલ શ્રી હુસૈનભાઈ બદાણી તેમજ હાતીમી મોહલ્લા ના જનાબ આમિલ સાહેબ શેખ મહંમદ ભાઈ, નજમુદ્દીન ભાઈ અમરાવતીવાળા, મુર્તઝાભાઈ અમરાવતીવાળા,હુસેનભાઇ રંગવાળા,સિરાજ ભાઈ ઇઝી, અલિઅસગર ભાઈ નગરિયા, હસનેન ભાઈ રંગવાળા,શબીર ભાઈ વઢવાણ વાળા,યુસુફ ભાઈ મુન્દ્રવાલા, હોઝેફા ભાઈ ગોટકા,અદનાન ભાઈ જબલ પુર વાળા,તાહેર ભાઈ જબલ પુર વાળા,અબ્બાસ ભાઈ મકાઈ,અલી અસગર ભાઈ ભારમલ આ રેલી માં જોડાયેલ હતા
આ રેલી ને સફળ બનાવવા હાતિમિ મોહલ્લાના વ્હોરા બિરાદરોએ અથાક જેહમત ઉઠાવી હતી.
પૂરો વિડિઓ અહીં જુવો
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352