જસદણ ઝેરોક્ષના ધંધાર્થીઓમાં કોલ્ડ વોર:ક્યાંક બે રૂપિયા તો કયાંક એક રૂપિયામાં કરી આપે છે
મોંઘવારી દર વધતો જઈ રહ્યો છે એ ખરું પણ પણ કેટલાંક ધંધાર્થીઓ એકના ડબલ કરી પોતાનાં ગ્રાહકો પાસે રીતસર લૂંટ કરી રહ્યા છે ત્યારે જસદણમાં ઝેરોક્ષ કોપી કાઢનારાઓમાં કોલ્ડ વોર જામતા ગ્રાહકોને કોપી દીઠ ફાયદો થઈ રહ્યો છે લાંબા સમયથી ઝેરોક્ષવાળા મોકાનો ફાયદો ઉઠાવી ગમે એવાં ગરીબ લોકોનું શોષણ કરી એક બાજુ ઝેરોક્ષના બે રૂપિયા અને એકજ કાગળની બીજી બાજું રૂપિયા ત્રણ પડાવતાં કેટલાંક ધંધાર્થીઓ ફ્કત એક રૂપિયામાં ઝેરોક્ષ નકલ કરી આપતાં હાલ તો ગ્રાહકોમાં રાહત છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ચા પાન ફાકી ના ભાવમાં દુકાનદારોએ તોતિંગ વધારો કરેલ હતો પણ કેટલાંક ધંધાર્થીઓએ વ્યાજબી ભાવે ચા, પાન ફાકી નું વેચાણ રાબેતા મુજબ કરતાં ચા વાળા ગ્રાહકો પાસેથી ખુલ્લી ચલાવતાં ઉઘાડા પડી જતાં રાબેતા મુજબ ભાવ લઈ રહ્યાં છે.
Tags:
News