અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

કાલે દાઉદી વ્હોરા સમાજ આશુરા મનાવશે: આખો દિવસ માતમી માહોલ

કાલે દાઉદી વ્હોરા સમાજ આશુરા મનાવશે: આખો દિવસ માતમી માહોલ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
સમગ્ર દાઉદી વ્હોરા સમાજ આવતીકાલે રવિવારે મિસરી કેલેન્ડર મુજબ મોહરમ માસનો દસમો દિવસ આશુરા મનાવશે 
આ દિવસે સૌરાષ્ટ્ર સહિત દુનિયાભરના દાઉદી વ્હોરા બિરાદરો પોતાનાં ધંધા રોજગાર જડબેસલાક બંધ પાળી સૂર્યોદય થી સૂર્યાસ્ત સુઘી અન્નનો દાણો અને પાણીનું એક ટીપું મોઢામાં નાખ્યાં વગર આખો દિવસ ફાંકો પાળી હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામ અને તેમનાં સાથી સગા સબંધીઓ હિજરી સન ૬૧માં સત્યની વેદી પર બલિદાન આપ્યું તેમનો શોક મનાવશે 
ગત બીજી મોહરમથી રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબી, બોટાદ, પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, જસદણ સહિતના સૌરાષ્ટ્રના જીલ્લા અને  વ્હોરા સમુદાયના વસવાટવાળા ગામેગામ વ્હોરા બિરાદરો પોતાનાં ગામોમા હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામના શોકનું આ પર્વ મનાવતાં ત્યારે આવતીકાલે આશુરાના દિવસે આખો દિવસ વાએઝ સાંભળી હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામને ગર્વભેર યાદ કરશે આ તકે હૈયાફાંટ રુદન વચ્ચે માતમનો કોહરામ મચી જશે નોંધનીય છે કે હાલ દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઈ તાજદાર અબુ જાફરૂસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) ઈંગ્લેન્ડના લંડન શહેરની હુશેની મસ્જિદમાં વાએઝ ફરમાવી રહ્યાં છે એ વાએઝ પૈકીના કેટલાંક રેકોર્ડિંગનો લાભ સૌરાષ્ટ્રને પણ મળ્યો હતો
 દરમિયાન રાજકોટ દાઉદી વ્હોરા મહિલા સમાજ સેવા ગ્રુપના દુરૈયાબેન મુલ્લા શિરાજભાઈ મુસાણીએ જણાવ્યું હતું કે રવિવારે આશુરાનો દિવસ છે આ દિવસે લોકો માટે હ. ઈમામ હુસૈન (અ.સ.) એ બેજોડ શહાદત આપી તેને અંજલિ અર્પણ કરું છું આ તકે મારાથી કે કોઈ ગ્રુપના સભ્યોથી કોઈ ભૂલચૂક હોય તો દિલથી દિલનાં ઊંડાણથી માફી માંગુ છું
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું