અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

દૂધ ની થેલી પર રાષ્ટ્રધ્વજ નો વિરોધ 'હર ઘર તિરંગા' #harghartiranga

'હર ઘર તિરંગા'
        દેશ આઝાદ થયો એ પછી આવો પ્રસંગ ફરી એકવાર જોવા મળશે એ બાબતની અમને ખુશી છે કે સરકાર દેશપ્રેમની ભાવના લોકોમાં જગાડવા માટે આ કાર્યક્રમ કરી રહી છે. 
       પરંતું દેશપ્રેમ એ દરેક વ્યક્તિના દિલમાં જાગવો જોઈએ એ પ્રદર્શનની ચીજ બને એ અમારા મતે ખોટું છે અને એટલે જ દૂધની થેલી પર તિરંગો છપાઈ રહ્યો છે એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. 

        જે રાષ્ટ્રધ્વજ ભૂલથી પણ નીચે પડી ધૂળ માટીવાળો ન થાય એનું અમે ધ્યાન રાખતા હોય, જે ધ્વજ કોઈના પગમાં આવે તો પણ રાષ્ટ્રધ્વજનું અપમાન અમે ગણતા હોય ત્યાં આમ રાષ્ટ્રધ્વજના ચિન્હવાળી દૂધની થેલી જે પછી કચરામાં જ જવાની છે તો શું અહીં રાષ્ટ્રધ્વજનું અપમાન કોઈને લાગતું નથી ? 

        આથી જો સરકાર આ દૂધની ઠેલી પર રાષ્ટ્રધ્વજનું ચિન્હ છાપશે તો અમે સૌ એ દૂધની ઠેલીનો બહિષ્કાર કરવાનો નિણર્ય કર્યો છે.
        આપના 'હર ઘર તિરંગા ' આયોજનનું અમે સમર્થન કરીએ છીએ પરંતું જે દૂધની થેલી પછી કચરામાં જ જવાની છે એના પર રાષ્ટ્રધ્વજનું ચિન્હની બાબતનો અમે સખ્ત રીતે વિરોધ નોંધાવીએ છીએ. 

જય હિન્દ, વંદે માતરમ્
વધુ નવું વધુ જૂનું