રાજકોટમાં કોમી એકતાના દ્રશ્યો તાદ્રશ્યો રચાયા: ભાજપના આગેવાનોએ શબીલની મુલાકાત લીધી
શાંત અને ધર્મભિરું ગણાતી દાઉદી વ્હોરા કોમમાં મોહરમ માસના પ્રથમ દસ દિવસ આખરી તબ્બકામાં છે રાજકોટમાં હજજારો વ્હોરા બિરાદરો કરબલાના જાંબાઝ શહીદ હજરત ઇમામ હુસેન (અ. સ.) અને તેમનાં શહિદ વીરોને યાદ કરી શહેરની માતમ સાથે આંસુની અંજલિ અર્પણ કરી રહ્યાં છે
ત્યારે રાજકોટ ભાજપના આગેવાનો રાત્રીના એક્ઝાન સોસાયટીમાં આવેલ વજીહી મોહલ્લામાં હઝરત ઈમામ હુસૈન અલય્હિસ્સલામની યાદમાં ઊભી કરાયેલ શબીલની મુલાકાત લીધી હતી
આ પ્રસંગે દર્શિતાબેન શાહ, જયમીનભાઈ ઠાકર, મનીષભાઈ રાડિયા, અજયસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહિલ, દશરથસિંહ વાળા, ભાવેશભાઈ તોયટા, દેવયાનીબેન રાવલ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી વ્હોરા સમાજની કામગીરી બિરદાવી હતી હતાં આ અવસરે વજીહી મહોલ્લા અને વજીહી શબિલ કમિટીના સભ્યોએ આવનાર આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેમનું સ્વાગત કર્યું હતું. તેમ રાજકોટ શહેરના સામાજિક અગ્રણી કાર્યકર હોજેફાભાઈ શાકિરએ જણાવ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News