અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના શિવરાજપુર ગામે બે પરિવારો વચ્ચે બઘડાટી: પાંચ વ્યક્તિને ઈજા

જસદણના શિવરાજપુર ગામે બે પરિવારો વચ્ચે બઘડાટી: પાંચ વ્યક્તિને ઈજા

જસદણના શિવરાજપુર ગામે ખોડીયારપરામાં રહેતા વલ્લભભાઇ પ્રેમજીભાઇ મુલાણીએ તે જ ગામના ગોવિંદ કેશુભાઇ મુલાણી, મહેશ ગોવિંદભાઇ તથા વિઠ્ઠલ કેશુભાઇ મુલાણી સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીના પુત્ર ભરતને તથા આરોપી ગોવિંદ વચ્‍ચે અગાઉ ઝઘડો થયેલ હોય તેનો ખાર રાખી આરોપી ગોવિંદ ફરીયાદી વાડી પાસેથી નીકળતા ભરતે સામુ જોતા ગોવિંદે ગાળ આપી હતી. બાદમાં ફરીયાદી, સાહેદ લાલજી તથા લાભુબેન ઘરે જતા હતા ત્‍યારે ઉકત ત્રણેયએ લાકડીથી તથા ટીકાપાઉનો મારમારી ઇજા કરી હતી. સામાપક્ષે ગોવિંદભાઇ કેશુભાઇ મુલાણીએ તે જ ગામના ભરત વલ્લભભાઇ મુલાણી, લાલજી વલ્લભભાઇ મુલાણી તથા મળુ પ્રેમજીભાઇ મુલાણી સામે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી  છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીને આરોપી ભરત વારંવાર ગાળો દેતો હોય ફરીયાદી આરોપીના ભાઇ લાલજી તથા તેના કાકી મધુભાઇને ભરતને સમજાવવાનું કહેતા ફરીયાદી તથા સાહેદ વિઠ્ઠલભાઇને ખરપીયા  વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બંને ફરીયાદો અંગે જસદણ પોલીસે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું