અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટ હેલ્પર હેન્ડ્સ એનજીઓ દ્વારા સ્ત્રીરોગ માર્ગદર્શન સેમિનાર યોજાયો

રાજકોટ હેલ્પર હેન્ડ્સ એનજીઓ દ્વારા સ્ત્રીરોગ માર્ગદર્શન સેમિનાર યોજાયો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૩૦
રાજકોટમાં તમામ સામાજિક કાર્યોમાં મોખરે રહી છેવાડાના હજજારો લોકો સુધી સેવા આપનાર હેલ્પર હેન્ડસ એનજીઓ ગ્રુપના સભ્યો દ્વારા મહિલાઓ માટે વધું ઍક સેમિનાર યોજી એમની યશ કલગીમાં વધું એક પીંછુ ઉમેર્યું હતું 
આજે ભણતર તો વધ્યું છે પણ મહિલાઓ પોતાનાં ભવિષ્યના ઘણાં રોગોથી અજાણ હોય છે તે માર્ગદર્શન ફ્કત ડોક્ટર્સ જ આપી શકે છે 
આવો જ સ્ત્રી રોગ અંગે એક સેમિનાર રાજકોટની એક્ઝાન સોસાયટી બદરી હૉલ ખાતે યોજાયેલ હતો 
જેમાં વિખ્યાત ગાયનેકોલોજિસ્ટ ડો. શ્વેતા ત્રિવેદીએ મહિલાઓને થતી સામાન્ય અને ગંભીર રોગો અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું આ સેમિનાર સફળ બનાવવા માટે હેલ્પર હેન્ડસ એનજીઓના તમામ સભ્યો અને વોકહાર્ટ હોસ્પિટલએ જહેમત ઉઠાવી હતી એમ રાજકોટ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી હુઝૈફાભાઈ શાકિર (મો.9879021101) એ જણાવ્યું હતું.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું