વિંછીયા ના કોળી સમાજના અગ્રણી એવા મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું હતું કે કોળી અને ઠાકોર સમાજનું માત્ર ને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ થતો હોય છે
વિસનગર મુકામે કોળી અને ઠાકોર એકતા સમિતિ દ્વારા ચિંતન બેઠક અને સભા યોજવામાં આવી જેમા સૌરાષ્ટ્ર ગુજરાત ના કોળી અને ઠાકોર સમાજના વિવિધ આગેવાનોએ આ ચિંતન બેઠકની અંદર હાજરી આપી
અને ગુજરાતની અંદર 40% વસ્તી હોવા છતાં પણ કોળી અને ઠાકોર સમાજનું માત્ર ને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ થતો હોય અને સંવિધાનિક હક ન મળતા હોય તેના અનુસંધાને આગામી દિવસોની અંદર ગાંધીનગર મુકામે મહાસંમેલન સરકાર વિરુદ્ધ યોજવામાં આવશે
એવું આ સભા ની અંદર નિર્ણય કરવામાં આવ્યો આ તકે કોળી અને ઠાકોર એકતા સમિતિ ગુજરાતના આગેવાનો અજમલજી ઠાકોર દિપસિંહ ઠાકોર રમેશ ભાઈ મેર જ્યોતિબેન રાઠોડ મુકેશભાઈ રાજપરા જયંતીભાઈ ગોહિલ મયુર ભાઈ સાકરીયા રમેશભાઈ જેતાણી પ્રવીણ ભાઈ સાંકળિયા શામજીભાઈ મેર અને કોળી અને ઠાકોર સમાજના 1008 મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ હાજરી આપી