અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાને કોર કમિટીમાં સ્થાન મળતાં ઠેર ઠેરથી આવકાર

જસદણના પુર્વ ધારાસભ્ય ડો. ભરતભાઈ બોઘરાને કોર કમિટીમાં સ્થાન મળતાં ઠેર ઠેરથી આવકાર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૨
ગુજરાત ભાજપમાં ચૂંટણી પહેલાં અનેક ફેરફાર કરવા અંગે અનેકવિધ અટકળો વહેતી થઈ છે ખાસ કરીને ચુંટણીને માત્ર થોડાં મહિના બાકી રહ્યાં છે
 ત્યારે રાજયના અનેક પક્ષો પોતાની તાકાત બતાવવા માંગ્યા છે ત્યારે શનિ અને રવિવારે ભાજપે મંત્રીઓના ખાતાં અને કોર કમિટીમાં જબરો ફેરફાર કર્યો હતો કોર કમિટીમાં જસદણના પુર્વ ધારાસભ્ય અને ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાનો કોર કમિટીના સભ્ય તરીકે ખાસ સમાવેશ કરવામાં આવતાં જસદણ ભાજપનાં સક્રિય યુવા આગેવાનો અલ્પેશભાઈ રૂપારેલિયા, વિજયભાઈ રાઠોડ સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. રવિવારે ભાજપની કોર કમિટી બેઠકમાં ડો. ભરતભાઈ બોઘરા સાથે ભાજપના અગ્રણીઓ વિજયભાઈ રૂપાણી, નિતિનભાઈ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભારતીબેન શિયાળ, અને આર સી ફળદુંનો પણ કોર કમિટીમાં સમાવેશ થયો છે 
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. ભરતભાઈ બોઘરાએ ઇસ્વીસન ૨૦૦૯માં જસદણ વીંછિયા ધારાસભાની બેઠક આ બન્ને તાલુકાના ઇતિહાસમાં પ્રથમ વખત જ્વલંત વિજય અપાવવાનો રેકોર્ડ તેમનાં નામે બોલે છે અને ત્યારબાદ આ બંન્ને તાલુકામાં અબજો રૂપિયાના વિકાસના કામો કર્યા વર્તમાન સમયમાં પણ ડો. બોઘરા બન્ને તાલુકાના લોકો સાથે જીવંત સંપર્ક ધરાવે છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું