અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

સહાય:ગોંડલમાં લોકમેળાની દુર્ઘટનાના મૃતકોને રૂપિયા બે લાખની સહાય : Gondal News

સહાય : ગોંડલમાં લોકમેળાની દુર્ઘટનાના મૃતકોને રૂપિયા બે લાખની સહાય


  • મેળા માટે લેવાયેલા વીમાની સહાય પણ પરિવારને ચૂકવાશે
  • પાલિકાએ મેળાના બે દિવસના રંગારંગ કાર્યક્રમ રદ કરી દીધા


સૌરાષ્ટ્રમાં ગોંડલનો લોકમેળો ખાસ્સો આકર્ષણનુ કેન્દ્ર હોય છે. ે લોકમેળાનુ આયોજન બે વર્ષ બંધ રહ્યા બાદ આ વર્ષે આયોજન થયુ હોય સાતમે મેળામા દુર્ઘટના સર્જાતા બે યુવાનના મોત નિપજ્યા હતા. ટીઆરબી જવાન ભૌતિક કીરીટભાઇ પોપટ લાઇટીંગ ટાવરને અડી જતા તેને વીજ કરંટ લાગ્યો હતો. ભૌતિકને બચાવવા દોડેલા નગર પાલિકાના ફાયરબ્રિગેડના કર્મચારી નરશીભાઈ ભુદાજી ઠાકોરને પણ જોરદાર કરંટ લાગતા બન્ને યુવાનના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા . બનાવના પગલે બન્ને યુવાનને પ્રથમ ગોંડલ સારવાર આપી રાજકોટ ખસેડ્યા હતા.


પણ સારવાર કારગત નીવડી ન હતી.ધારાસભ્ય ગીતાબા જાડેજાએ તુરંત પાલિકા દ્વારા મૃતકોને બબ્બે લાખની સહાય જાહેર કરી તેમના પરિવારને આપી હતી. મેળા માટે લેવાયેલા વીમા દ્વારા વધુ બબ્બે લાખ પરીવારને અપાશે તેવુ ઓમદેવસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ.સતત વરસી રહેલા વરસાદ ને કારણે શોર્ટ સર્કિટ થયાનું જાણવા મળ્યુ હતુ.


ટીઆરબીમા દોઢ વર્ષથી ફરજ બજાવતો ભૌતિક પોપટ બે ભાઇના પરિવારમા નાનો અને અપરિણીત હતો. પિતા કીરીટભાઇ એસઆરપીમા ફરજ બજાવતા હતા. હાલ નિવૃત છે.જ્યારે નરશીભાઈ ઠાકોર એક વર્ષ પહેલા ફાયર સ્ટેશનમા કામે લાગ્યા હતા. સંતાનમા છ માસની બાળકી હોવાનુ જાણવા મળ્યુ હતુ. નરશીભાઈના મૃતદેહને તેમના વતન બનાસકાંઠાના લાડુલા પહોંચતો કર્યો હતો. મેળા ના સ્ટેજ પર બે દિવસ રંગારંગ કાર્યક્રમ રદ કરી મૃતકોના માનમાં સુંદરકાંડના પાઠ દ્વારા શ્રધાંજલી અપાઇ હતી.

વધુ નવું વધુ જૂનું