અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

બોટાદમાં લમ્પી વાયરસને નાથવા ગાયો, નંદીને રસીકરણની યુદ્ધના ધોરણે કામગીરી | લમ્પી વાયરસ ની દવા | Lampi virus cow treatment

બોટાદમાં લમ્પી વાયરસને નાથવા ગાયો, નંદીને રસીકરણની યુદ્ધના ધોરણે કામગીરી | લમ્પી વાયરસ ની દવા | Lampi virus cow treatment


  • જિલ્લાના ચારેય તાલુકામાં ડોક્ટરની ટીમ દ્વારા મોનિટરિંગ કરી સારવાર કરાઈ રહી છે


જિલ્લામાં ગાય સંવર્ગના પશુઓમાં પ્રવર્તી રહેલા લમ્પી ચર્મ રોગ વાયરસના નિયંત્રણ માટે રાજય સરકારના અતિ સંવેદનશીલ અભિગમથી ખુબ જ અસરકારક કામગીરી થઈ રહી છે. આરોગ્ય વિભાગની ટીમ પશુધનને લમ્પી વાયરસ સુરક્ષિત કરવા માટે તેમજ પશુઓની સારવાર માટે રાતદિન અથાગ પ્રયત્નો કરી રહી છે. આ કાર્યમાં સરકારના સહયોગથી સામાજિક સંસ્થાઓ, વિવિધ જ્ઞાતિ મંડળો, સ્વયંસેવકો વગેરે જોડાઇને રોગગ્રસ્ત ગાયો અને નંદીઓની સેવા અને તકેદારી રાખી રહ્યા છે.

બોટાદમાં લમ્પી વાયરસને નાથવા ગાયો, નંદીને રસીકરણની યુદ્ધના ધોરણે કામગીરી | લમ્પી વાયરસ ની દવા | Lampi virus cow treatment

લમ્પી વાયરસ ની દવા

બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકા પંથકમાં ડોક્ટર હિમાંશુ બી.જોષી, પશુચિકિત્સા અધિકારીના સુપરવિઝનમાં પશુધન નિરીક્ષક તરંગભાઈ પટેલની ટીમ દ્વારા ગાયોના રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. બરવાળા તાલુકાના રેફડા, ખાંભડા, સાળંગપુર, ખમિદાના, વહિયા સહિતના ગામોમાં આરોગ્ય વિભાગની ટીમે રસીકરણ હાથ ધર્યુ હતું.

પશુચિકિત્સા અધિકારી બરવાળાએ જણાવ્યું હતું કે, લંપી રોગ સામે પશુઓને રક્ષિત કરવા સારવાર અને રસીકરણની કામગીરી સતત ચાલી રહી છે. બોટાદ જિલ્લાના ચારેય તાલુકામાં ડોકટરની ટીમ દ્વારા મોનીટરીંગ કરીને નિયમિત દવા અને સારવાર કરવામાં આવી રહી છે. ઉપરાંત ગાયોને માખી મચ્છરોનો ત્રાસ ન થાય તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

વિરમગામ સહિત વિસ્તારમાં લમ્પી સ્ક્રિન ડિસીઝ રોગને રોકવા કામગીરી કરાય છે

વિરમગામ વિધાનસભા વિસ્તાર માં લંમ્પી સ્ક્રીન ડીસીઝ રોગ વિશેની માહિતી અંગે જિલ્લા પશુપાલન નિયામકને વિરમગામ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં પ્રશ્ન પૂછાયો હતો. વિરમગામ વિધાનસભા માં સમાવિષ્ટ વિસ્તારમાં લંપી વાયરસના કેટલાક કેસો મળ્યા છે.? અને કેટલા પશુઓને રસીકરણ કરાયું છે? જવાબ માં ડોક્ટર એસ. બી. ઉપાધ્યાય નાયબ પશુપાલન જિલ્લા પંચાયત અમદાવાદ દ્વારા જણાવાવ્યું છે કે વિરમગામ નગરપાલિકાની નજીક ખાનગી ફાર્મમાં એક પશુમાં લંપી સ્ક્રિન ડીસીઝનો શંકાસ્પદ કેસ જોવા મળ્યું છે.

Lampi virus cow treatment

જેના નમુના પરીક્ષણ અર્થે બેંગ્લોર લેબોરેટરીમાં મોકલાયા છે. શંકાસ્પદ રોગ વાળા પશુને તાત્કાલિક જરૂરી સારવાર આપી આઈશોલેસન કરાયું છે. રોગ અંગેની જાણકારી આપી રોગ અટકાવવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. વિરમગામ સહિત વિસ્તારમાં ત્રણ ટીમો દ્વારા સર્વે કરી રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

વધુ નવું વધુ જૂનું