અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયાના ટચૂકડા એવા બેલડા ગામના ગરીબ પરિવારના યુવાને વિદેશમાં અભ્યાસ કરી એમડીની પદવી હાંસલ કરી : Vinchhiya News

વીંછિયાના ટચૂકડા એવા બેલડા ગામના ગરીબ પરિવારના યુવાને વિદેશમાં અભ્યાસ કરી એમડીની પદવી હાંસલ કરી


  • માતા પિતાએ સંપત્તિ ગીરવે મૂકી દીકરાને ફિલિપાઇન્સ મોકલ્યો,ગામનો આ પહેલો દીકરો છે જે વિદેશમાં જઇ ભણ્યોરાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના બેલડા ગામે રહેતા ખેડૂતે ખેતમજૂરી કરી તેના દીકરાને ઉચ્ચ અભ્યાસ અર્થે ફિલીપાઈન્સ મોકલી પહેલા એમ.બી.બી.એસ. ની ડિગ્રી અપાવ્યા બાદ તેબુમાં જઈને એમ.ડી.ની ડિગ્રી અપાવી છે. જેમાં બેલડા ગામે રહેતા અને ખેતી કામ કરતા ગણેશભાઈ પોપટભાઈ લીંબડીયા અને તેમના પત્ની ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.


ધર્મેશને ડોકટરનો અભ્યાસ કરવા માટે વિદેશ મોકલ્યો

ગણેશભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. જેમાં મોટો દીકરો ધર્મેશ નાનપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર હોવાથી તેના પિતાએ પોતાની જમીન અને સોનાના ઘરેણાં ગીરવે મૂકીને ધર્મેશને ડોકટરનો અભ્યાસ કરવા માટે વિદેશ મોકલ્યો હતો. ધર્મેશના પિતાએ પોતાની તમામ મિલ્કત તેના દીકરાને ઉચ્ચ અભ્યાસ અપાવવા માટે ગીરવે મૂકીને દિકરાને ડોક્ટરની ડિગ્રી અપાવવા માટે પોતાની જિંદગી દાવ પર મૂકી દીધી હતી. ખેડૂત પુત્રે વિદેશમાં નોંધનીય કારકીર્દિ બનાવી ત્યાર બાદ વતન પરત ફરતા ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું.


મારી લોન પાસ ન થઈ એટલે પિતાએ જમીન અને ઘરેણાં ગીરવે મૂકી પૈસા ભેગા કર્યા

મેં તેબુમાં મારો અભ્યાસ પૂર્ણ કર્યો. ખોબા જેવડા ગામમાંથી હું પહેલો જ વિદ્યાર્થી અભ્યાસ માટે ગયો હતો. મને આશા હતી કે મારી લોન થઈ જશે. પણ કોઈ કારણોસર અમારી લોન થઈ શકી ન હતી. મને સૌથી વધારે મુશ્કેલી આર્થિક રીતે થઈ હતી. મને મારા સગા-વ્હાલાઓએ સહકાર આપ્યો એટલે જ હું અહી સુધી ભણી શક્યો છું.

મારા પરિવારે પાંચ વર્ષ સુધી ખુબ જ તકલીફો વેઠી મને ભણાવ્યો છે. હવે જ્યાં સરકારી ડોક્ટરની જગ્યા મળશે ત્યાં નોકરી કરી પહેલા મારા પરિવારની આર્થિક સ્થિતિ સુધારીશ. મારી કાર્ડીઓલોજીસ્ટ બનવાની ઈચ્છા છે. -ડો.ધર્મેશ લીંબડીયા


  • મારા દીકરાની હોશિયારી હું ઓળખી ગયો એટલે મેં જમીન, ઘરેણાં સામે ન જોયું

વીંછિયાના ટચૂકડા એવા બેલડા ગામના ગરીબ પરિવારના યુવાને વિદેશમાં અભ્યાસ કરી એમડીની પદવી હાંસલ કરી : Vinchhiya News


સગા-વ્હાલાનો પૂરતો સાથ સહકાર મળ્યો ​​​​​​​

​​​​​​​હું ખેતીકામ કરું છું. મારી આર્થિક સ્થિતિ ખુબ ખરાબ હોવાથી મને ધર્મેશને ભણાવવા માટે ઘણા સંકટોનો સામનો કરવો પડ્યો હતો. જો કે મને મારા સગા-વ્હાલાનો પૂરતો સાથ સહકાર મળ્યો હતો. મારે મારા દીકરાને ભણાવવા માટે આશરે રૂ.45 લાખ જેટલો ખર્ચ થયો છે. અમે મારા બાળકને ભણાવવા માટે લોન લેવાની કોશિશ કરી હતી પણ કોઈ કારણોસર લોન મળી ન હતી. અમે બન્ને જણાએ રાત-દિવસ ખુબ જ મહેનત કરીને અને મારા સગા-વ્હાલાઓએ મદદ કરતા મારો દીકરો આજે ડોક્ટર બન્યો છે. તેણે ફિલીપાઈન્સમાં જઈને એમ.બી.બી.એસ. પાસ કર્યું અને ત્યારબાદ તેબુમાં જઈને એમ.ડી. પાસ કર્યું.-ગણેશભાઈ લીંબડીયા,પિતા

વધુ નવું વધુ જૂનું