અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયા સાણથલી બાદ હવે તસ્કરો જસદણમાં દુકાનો તોડી પોલીસને પડકાર ફેંકયો

વીંછિયા સાણથલી બાદ હવે તસ્કરો જસદણમાં દુકાનો તોડી પોલીસને પડકાર ફેંકયો
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૦
જસદણ શહેરની બે દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી પોલીસને સીધો પડકાર કર્યો હતો હજું વીંછિયા અને સાણથલી ગામમાં ચોરીની ધટનાના સમાચારની હજું શાહી સુકાય નથી ત્યાં આજે જસદણની મેઈનબજારમાં આવેલ ચમેલી ગિફ્ટ અને પાલવ મેચિંગ નામની બે દૂકાનોના શટર કોઈ અજાણ્યા તસ્કરોએ ઉઠાવતા સવારે વેપારીઓએ પોતાનાં ઈષ્ટદેવને દીવાબત્તી કરવાને બદલે ચોરીની ચિંતામાં લાગી ગયાં હતાં જસદણમાં આ પહેલાં શાકમાર્કેટ વિસ્તારમાં દુકાન તૂટવાની ધટના બની હતી પણ કોઈ ફરિયાદ નોંધાય નહોતી ફરી આજે મેઈનબજારમાં બે દુકાન પર તસ્કરોએ નિશાન સાધ્યું છે ત્યારે આ બે દુકાનમાં કેટલી ચોરી થઈ છે તે પોલીસ ફરિયાદ બાદ જ જાણવા મળશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું