જસદણના આલણસાગર તળાવનું પાણી બે ગામો ગાળ્યા વગર પીવે છે
આવડ માતાજી પર છેલ્લાં સો વર્ષથી અનેરી શ્રદ્ધા વ્યક્ત કરતા બાખલવડ અને દેવપરાના ગ્રામ્યજનો
જસદણ શહેરને પીવા અને ગામડાઓને રવીપાક માટે છેલ્લા ૧૨૧ વર્ષથી પાણી પુરુ પાડતું આલણસાગર તળાવનું પાણી ફિલ્ટર તો ઠીક પણ બાખલવડ અને દેવપરા ગામના ગ્રામ્યજનો સાદા કપડાના ગરણાથી પણ ગાળીને પીતા નથી . આ બાબત તેઓ આવડ માતાજીની આસ્થા ગણાવી રહ્યાં છે . જસદણથી પાંચ કિલોમીટર દુર આવેલ બાખલવડ ગામે ૧૯૦૦ ની સાલમાં પ્રજાવત્સલ રાજવી આલાખાચરબાપુએ લોકોને પાણી પીવા અને ખેતી માટે મળી રહે તે હેતુથી બનાવ્યું હતું . હાલમાં આ તળાવ જસદણ અને વિંછીયા તાલુકામાં સૌથી મોટું છે . એકબાજુ આ તળાવમાંથી પાણી જસદણને મળી રહ્યું છે ત્યારે અનેક લતામાંથી પાણી ડહોળું આવી રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે . બીજી બાજુ તળાવની નજીકના જ બે ગામો બાખલવડ અને દેવપરાના લોકો આવડ માતાજીની શ્રદ્ધાને કારણે ફિલ્ટર તો દુરની વાત પણ કપડાથી પણ આ પાણીને ગાળીને પીતા નથી . ગ્રામ્યજનોએ આ બાબતે આગળ વધારતા કહે છે કે , ચોમાસામાં તો નવું પાણી આ તળાવમાં આવે છે ત્યારે અત્યંત ડહોળું હોય છે.ત્યારે પણ આ પાણીને અમે ગાળતા નથી અને આ પાણી પીવાથી હજુ કોઈ અમારા વડીલો માંદગીના ખાટલે પડયા નથી.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211