અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં આડી ભાદરનદીના ડેમમાં ન્હાવા પડેલ પટેલ યુવાનનું મોત થતાં શેખલિયા પરિવારમાં હૈયાંફાટ રુદન

જસદણમાં આડી ભાદરનદીના ડેમમાં ન્હાવા પડેલ પટેલ યુવાનનું મોત થતાં શેખલિયા પરિવારમાં હૈયાંફાટ રુદન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૧
જસદણની આડી ભાદરનદીના ચેકડેમમાં ન્હાવા પડેલા એક પટેલ યુવકનું આજે રવિવારે સાંજે મુત્યું નિપજતાં પટેલ સમાજમાં શોક છવાયો છે 
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મૂળ વિરનગરના અને જસદણના ચિત્તલિયા કૂવારોડ સ્વામીનારાયણનગર ૨ માં રેહતા અને કોલેજમાં અભ્યાસ કરતાં યશ પ્રવિણભાઈ શેખલીયા ઉ વ ,૧૮ નામનો કોલેજીયન પટેલ યુવક આજે મિત્રો સાથે આડી ભાદર રામેશ્વર ચેક ડેમમાં મિત્ર સાથે ન્હાવા ગયો પણ કોઈ કારણોસર પાણીમાં ગરક થઈ ગયાની જાણ જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાને કોઈએ જાણ કરતાં તેઓએ તાત્કાલિક નગરપાલિકાના પ્રતાપભાઈ સોલંકી સહિતના કર્મચારીઓને મોકલ્યાં પણ અંતે માત્ર લાશ આવી હતી 
તેઓ પી એમ માટે લાશને જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડી ત્યાં ભાજપનાં યુવા આગેવાન પરેશભાઈ રાદડીયા સહિત મુતકની મદદ માટે પહોંચી જઈ 
પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી મુતક યશ કોલેજમાં અભ્યાસ કરતો હતો તેમનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં હૈયાંફાટ રુદન થયું હતું આ બનાવથી પટેલ સમાજમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.
તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું