અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વીંછિયા ધારાસભાની બેઠકમાં ભાજપ ગજેન્દ્રભાઈ રામાણીને ટિકિટ આપે

જસદણ વીંછિયા ધારાસભાની બેઠકમાં ભાજપ ગજેન્દ્રભાઈ રામાણીને ટિકિટ આપે
 
જસદણ વીંછિયા ધારાસભાની બેઠક આમ તો વર્ષોથી રાજકોટ જિલ્લામાં મુખ્ય એ પી સેન્ટર ગણાય છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણીમાં જસદણ વીંછિયા બેઠક પર ભાજપના કાર્યશીલ જુના આગેવાન ગજેન્દ્રભાઈ રામાણીને ટીકીટ આપે એવી માંગ ભાજપના જ કાર્યકરોએ કરી છે
 તેમણે જણાવ્યું હતું કે જસદણ વીંછિયા પંથકનાં લોકો માટે ગજેન્દ્રભાઈ રામાણી વર્ષોથી કામગીરી કરે છે ૨૦૧૭ ના માહોલ બાદ હાલ આ બેઠક માટે હજું તો ચુંટણી જાહેર થઈ નથી ત્યાં જ અલગ ચોકો રચાયો છે આવા સંજોગોમાં ભાજપનાં પાયાનાં કાર્યકર ગજેન્દ્રભાઈને ભાજપ ટિકિટ આપે તે સમયની માંગ છે તેઓએ આ બન્ને તાલુકાના દરેક સમાજમાંથી ભૂતકાળમાં અનેક માન ઈકરામો મેળવેલ છે ભાજપના મહત્વના અનેક હોદ્દાઓ પર રહી સખત મહેનત કરી તેમણે હાલના દિલ્હી દરબારના અનેક નેતાઓની ગુડબુકમા સ્થાન મેળવ્યું છે ત્યારે વિદ્યાર્થીકાળથી ભાજપ માટે લોહી પાણી એક કરનારા ગજેન્દ્રભાઈ રામાણીને ભાજપના મોવડીઓ આગામી ધારાસભાની જસદણ વીંછિયા બેઠકની ટીકીટ આપે એવી કાર્યકરોએ માંગ કરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
વધુ નવું વધુ જૂનું