જસદણના સાણથલી ગામે રાત્રીના એક દુકાન અને બે હીરાના કારખાનામાં ચોરી
જસદણના સાણથલી ગામમાં રાત્રિના એક દુકાન અને બે હીરાના કારખાનામાં તસ્કરોએ અંદાજ છ લાખ જેવો રકમનો હાથ ફેરો કર્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાણથલીના વાસાવડ રોડ ઉપર દુકાન ધરાવતા નિલેશભાઈ રામજીભાઈ રીબડીયાની દુકાનમાંથી સોપારી ૧૦ કિલો ચા ૧૦ કિલો તેમની ખેતી માટે લીધેલી દવા અને ગલામાંથી બારસો રૂપિયા જેવી રોકડ રકમ, આ ઉપરાંત વિનુભાઈ દુર્લભજીભાઈ શિરોયાના હીરાના કારખાનામાંથી ૧૨૦૦૦ રૂપિયા રોકડ તેમજ તૈયાર અને કાચા હીરા મળીને અંદાજે અઢીથી પોણા ત્રણ લાખ જેવી રકમનો મુદ્દામાલ અને તેમની બાજુમાં રહેલ ચતુરભાઈ શિરોયાનું હીરાનું કારખાના શટરના નકુચા તોડી હીરાની ઘંટીની સરણ ત્રણ નંગ સહિત રોકડ રકમ અને તૈયાર કરેલા હીરા તેમજ કાચા હીરા સહિત અન્ય મુદ્દામાલ સાથે સાણથલી ગામમાં અંદાજે ત્રણ લાખનો મુદ્દામાલ તસ્કરો ઉઠાવી ગયા છે
ચોરીના બનાવતી સાણથલી ગામમાં ફફડાટ ફેલાયો છે પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે તેવી અને સાણથલી ગામમાં આવારા તત્વો રેઢુ પડ ભાળી ગયેલા હોય તસ્કરોને વહેલી તકે ઝડપી લેવા લોકોની માગણી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352