સરકારી હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થાને આવકારતા ભાજપનાં યુવા આગેવાન વિજયભાઈ રાઠોડ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત રાજ્યના વયોવૃધ્ધ-સીનિયર સીટીઝન નાગરિકોને આરોગ્યલક્ષી સુવિધાઓ સત્વરે મળી રહે એ માટે રાજ્યની તમામ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો,જીલ્લા હોસ્પિટલો તેમજ આરોગ્ય કેંદ્રો ખાતે વયોવૃધ્ધો-સિનિયર સિટિઝન એટલે કે ૬૦ વર્ષથી ઉપરની વય વ્યક્તિઓ માટે આરોગ્યલક્ષી સેવાઓ માટે અલાયદી સુવિધાઓ પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
તે બદલ જસદણ જીઆઇડીસી અને જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આરોગ્યમંત્રી સહિતની ભાજપ સરકારને વૃદ્ધોને સુવિધા વધારવા બદલ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે રાજ્યની સરકારી હોસ્પિટલમાં વૃદ્ધોને દરેક જગ્યા પર ગિરદીમાં ઊભું રેહવુ પડતું
પણ ૬૦ વર્ષથી વધું વયના સિનિયર સિટીઝનનું દર્દ ગુજરાત રાજ્યની ભાજપ સરકારને દેખાતાં એમણે કોઈ પણ જાતના વિલંબ વગર સરકારી હોસ્પિટલોમાં અલાયદી વ્યવસ્થા ગોઠવી આ ઉપરાંત હેલ્પલાઈન નંબર શરુ કરી જે વ્યવસ્થા કરવામાં આવી તેનાંથી વૃદ્ધોને જબરી રાહત મળશે એમ અંતમાં વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News