WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ એટીએમમાંથી કેશ બોક્સ ખોલી રૂ ૧૭.૩૩ લાખની ચોરી

જસદણ એટીએમમાંથી કેશ બોક્સ ખોલી રૂ ૧૭.૩૩ લાખની ચોરી
હુસામુદ્દીન કપાસી જસદણ
કેશ નાખવા માટે કોન્ટ્રાકટ સીકયોર વેલ્યુ એજન્સીના રાજકોટથી 2વિન્દ્ર ગૌસ્વામી અને જયપુરી બેન્કના ચીફ મેનેજરને એટીએમમાં રહેલી રોકડ અંગે ફરિયાદ કરવા આવ્યા અને હકીકતની જાણ થઈ
સી.સી.ટી.વી ફુટેઝ જોતા એ.ટી.એમમાં કેસ બોક્સ ખોલી પૈસા લઈ જતા શખ્સોની ઓળખ મેળવવા તજવીજ:ચોરીનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો કામે લાગી

જસદણના ખાનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના એટીએમનું બોક્સ ખોલી તેમાંથી રૂ.૧૭.૩૩ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ છે.આ બનાવમાં ચીફ મેનેજર પિન્ટુકુમાર રુદ્રનારયણ મિસ્રા(રહે.સહીયર સીટી સોસાયટી તા.જસદણ જી.રાજકોટ મુળ રહે.પલતી મહેસપુર તા.કુરસેલા જી.કઠીહાલ રાજ્ય.બીહાર)ની ફરિયાદ લઈ રાજકોટના ત્રણ શંકાસ્પદ શખ્સોની શોધખોળ આદરી છે.

પિન્ટુ કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું જસદણ ખાનપર રોડ ગીતાનગર રોડ પર આવેલ બેંક ઓફ બરોડા શાખામાં તા.૫ 
 થી ચીફ મેનેજર તરીકે ફરજ બજાવુ છુ.તેમજ હાલ બેંકના જોઇન્ટ મેનેજર તરીકે રવિન્દ્ર ભાસ્કર ફરજ બજાવે છે અને અમારી આ શાખાની બાજુમાં બેક ઓફ બરોડા નું એ.ટી.એમ આવેલુ છે.જેમાં એ.ટી.એમ માં કેશ નાખવા વાળી એજન્સી તરીકે અમારી કોર્પોરેટ ઓફીસ મુંબઇ થી સેન્ટ્રલાઇઝ કોન્ટ્રકટ આપવામાં આવે છે અને જસદણ બેંક ઓફ બરોડા ખાતે કેશ નાખવા માટે કોન્ટ્રેકટ સીકયોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રકટ છે અને જેમાં રાજકોટ ના 2વિન્દ્ર ગૌસ્વામી લોકેશન ઇન્ચાર્જ છે તેમજ સમગ્ર ગુજરાત ના ઇન્ચાર્જ કમલેશ ઠાકોર છે.
ગઇ તા.15/09 ના રોજ જસદણ ખાનપર રોડ ગીતાનગર ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં બ્રાન્ચ ખાતે હાજર હતો ત્યારે અમારી બેંકની બાજુમાં અમારું બેંક ઓફ બરોડાનુ એ.ટી.એમ.આવેલુ હોય ત્યા સાંજના છએક વાગ્યે રાજકોટ ખાતેથી કસ્ટોડીયલ રવિન્દ્ર ગૌસ્વામી તથા જયપુરી ગૌસ્વામી બન્ને ફરિયાદ અંગે આવ્યા હતા અને વાત કરી કે તેઓ એ એ.ટી.એમ. મશીન ખોલેલ હતુ ત્યારે મશીનમાં જેટલા પૈસા હોવા જોઇએ તેટલા પૈસા ન હતા જેથી અમારે સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા છે.

બાદમાં તા.06/09 ના રોજ એ.ટી.એમ.માં બેલેન્સ રૂ.27,500 હતા અને અમે રૂ.25 લાખ નાખ્યા હતા અને એ.ટી.એમ.માં કુલ રૂ.25.27 લાખ બેલેન્સ હતુ અને જેમાં કસ્ટમરે એ.ટી.એમ મારફતે રૂ.7,94,000 ઉપડ્યા હતા અને તેમા હાલે સિસ્ટમનાં હીસાબે એ.ટી.એમ.માં રૂ.17,33,500 હોવા જોઈએ પણ તેમા રૂ.500 જ છે અને હાલ જેટલા હોવા જોઇએ તેટલા પૈસા નથી.જેથી રાજકોટથી પૈસા નાખવા આવેલા કસ્ટોડીયલના માણસોએ તથા અમોએ કેમેરા ચેક કરેલ અને કેમેરામાં ગઇ તા.06/09ના રાત્રીના કોઇ અજાણ્યો શખ્સ એ.ટી.એમ. મા આવીને એ.ટી.એમ. ચાવી વડે ખોલીને તેમાં પાસવર્ડ નાખી ને પૈસા કાઢી ગયાનું કેમેરામાં રેકોડીંગ થઇ ગયું હતું.

જેથી આ બાબતે અમારી સીક્યોરીટી ઓફીસર રાજકોટ તથા રીજનલ ઓફીસ અને ઝોનલ ઓફીસ રાજકોટ ખાતે ફોનથી તથા ઇ-મેઇલ કરી બનાવ મામલે જાણ કરી હતી અને આ રવિન્દ્ર ગૌસ્વામી એ અમોને વાત કરેલ કે તા.06/09 ના રોજ જયપુરી ગૌસ્વામી તથા મયુર બગડા બેલેન્સ નાખવા આવ્યા હતા અને તે અગાઉ 16/08 ના રોજ મયુરસીંહ ઝાલા તથા મયુર બગડા આવેલા હતા અને આ એ.ટી.એમ જુનુ મશીન હોય જેથી ઇસર્વેલન્સ સીસ્ટમ એકટીવ નથી અને એ.ટી.એમ માં બેલેન્સ બાબતે મુંબઇ બ્રાન્ચથી વેલ્યુ એજન્સી ખાતે જાણ થઈ ત્યારે તેઓ રાજકોટ એમ.જી.રોડ ખાતે કરન્સી ચેઇસ્ટ બ્રાન્ચ ખાતે થી રીકવેસ્ટ ફોર્મ ભરી ને કરન્સી કંપનીની ગાડીમાં લઇ આવે છે.
ત્યારબાદ કરન્સી બ્રાન્ચ માં વિગત મેળવતા તા.06/09 ના પચીસ લાખ બલેન્સ નાખેલ તે તમામ નોટો રૂ.500 ના દરના હતી અગાઉ રૂ.27,500 નું બેલેન્સ હતુ.તેમાં 2000 ના દરની 2 નોટો હતી 47 નોટો રૂ.500 ના દર ની હતી એ આ એ.ટી.એમમાંથી ચોરી થયેલી 3458 નોટો રૂ.500 ના દરની તથા 2 નોટો રૂ.2000 ના દરની નોટોની તા.06/09 ના કોઇ અજાણ્યો શખ્સ અમારી શાખા ના એ.ટી.એમ માં પ્રવેશ કરી એ.ટી.એમ નું કવર ચાવીથી ખોલી તેમાં ડીઝીટલ લોક હોય જે લોક 12 ડીજીટ ના પાસવર્ડ હોય તે પાસવર્ડ નાખી એ.ટી.એમ નું કેસ રાખવાનું બોકસ ખોલી તેમાં રહેલી કુલ રોકડ રકમ રૂ.17,33,000 / - ની ચોરી કરી થઈ હોવાની ફરિયાદ જસદણ પોલીસ મથકમાં નોંધાઈ છે.

ATM કેશ બોક્સના નંબર માત્ર રાજકોટના ત્રણ વ્યક્તિ પાસે જ: ત્રણેય શંકાના દાયરામાં
જસદણના ગીતાનગરના બેન્ક ઓફ બરોડા એટીએમમાંથી રૂ.17.33 લાખની રોકડ કોઈ શખ્સ કેસ બોક્સ ખોલી કાઢી ગયું હોવાની ફરિયાદ નોંધાઈ છે.ત્યારે આ એટીએમ કેશ બોક્સના 12 આકડા ના પાસવર્ડ પૈકી બે વ્યકતિ પાસે 66 ડીઝીટ હોય અને હાલ આ પાસવર્ડ મયુરસીંહ ઝાલા,મયુર બગડા અને જયપુરી ગૌસ્વામી સિવાય બીજા કોઇ પાસેના હોય જેથી ત્રણેય ઉપર શંકા છે.તો આ મામલે સી.સી.ટી.વી ફુટેજને આધારે તપાસ આદરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો