જસદણમાં આગામી નવરાત્રિ અંગે તડામાર તૈયારીઓ: લોકોમાં ભારે ઉત્સાહ
હુસામુદ્દીન કપાસી જસદણ
તા.૨૩
જસદણ શહેરમાં આગામી સોમવારે નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તે અંગે તડામાર તૈયારીઓ ચાલવા સાથે પ્રજાજનોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે નવરાત્રિના પ્રારંભ પૂર્વે જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ જેન્તીભાઈ રાઠોડએ નગરજનોને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી
અને શેહરીજનોને સુખ સમૃદ્ધિ મળે તેવી શુભકામના વ્યક્ત કરી હતી જસદણમાં સોમવારથી સળંગ નવ દિવસ સુધી શહેરના ચિતલિયા કુવારોડ, લાતીપ્લોટ, બજરંગનગર, આટકોટરોડ, વીંછિયારોડ, કમળાપૂરરોડ, ગઢડીયારોડ વાજસુરપરા, ગંગાભુવન, પોલારપરરોડ, જેવા ૩૬ જેવા વિસ્તારોમાં નવરાત્રિના ગરબાની રમઝટ જામશે જેમાં નવ દીવસ વિવિધ માધ્યમો દ્વારા માતાજીની સરધના થશે આ અંગે ગરબા સંચાલકોમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ થયો છે નવરાત્રિને આવકારવા શહેરીજનોમાં ઉત્સાહ સર્જાયો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ