WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં ન્યૂ એરા સ્કૂલની શિક્ષિકાને એક વાલીએ બૂટથી ફટકારી, બીજાએ ગળું દબાવી ધમકી દીધી: બંને સામે ફરિયાદ : Jasdan News

  • બાળક બે દિવસ સ્કૂલમાં ગેરહાજર હોવાથી શિક્ષિકાએ પૂછતાં વાલીઓ વિફર્યા: ન્યૂ એરા શાળાનો બનાવ
  • ચાલુ સ્કૂલે જ એક શખ્સે પગમાંથી બૂટ કાઢી શિક્ષિકાના ગાલે માર્યું, જ્યારે બીજાએ ગળું પકડી ઢીકાપાટુ મારતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો

જસદણમાં ન્યૂ એરા સ્કૂલની શિક્ષિકાને એક વાલીએ બૂટથી ફટકારી, બીજાએ ગળું દબાવી ધમકી દીધી: બંને સામે ફરિયાદ

જસદણના ગંગાભુવન વિસ્તારમાં આવેલી ન્યુ એરા સ્કૂલની શિક્ષિકાને વિદ્યાર્થીના વાલીઓએ સામાન્ય બાબતે બોલાચાલી કરી સ્કૂલની અંદર જ અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓની હાજરીમાં બુટ, ઢીકાપાટું માર્યા હતા અને ગળું દબાવવાની ચેષ્ટા કરી માર મારતા શિક્ષણ જગતમાં ચકચાર મચી હતી. ભોગ બનનાર શિક્ષિકાએ પોલીસ મથકમાં બે શખ્સ સામે મારવા અને મારી નાખવાની ધમકી આપવા સહિતની ફરિયાદ નોંધાવતા પોલીસે બનેની ધરપકડની તજવીજ હાથ ધરી છે.


રીટાબેન રામાણીએ બે શખ્સ વિરુદ્ધ નોંધાવેલી

જસદણના ચિતલીયા રોડ પર આવેલી લાભવાટીકા સોસાયટીમાં રહેતા અને ન્યુ એરા સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા રીટાબેન હિતેશભાઈ રામાણી(ઉ.વ.35) એ બે શખ્સ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સવારે સાત વાગ્યે સ્કૂલે ગયા હતા. સ્કૂલમાં પુરક પરીક્ષા ચાલુ છે, અને હાલ સ્કૂલનું સંચાલન પણ કરતી હોઉ છું, જેથી હું ઓફીસની કામગીરી કરતી હતી. તેવામાં નરેન્દ્ર વિષ્ણુભાઈ લશ્કરી તથા જયદેવ વિષ્ણુભાઈ લશ્કરી કે જેનું બાળક અમારી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓ બાળકને સ્કૂલે મુકવા આવ્યા હતા, ત્યારે મેં તેમને પૂછ્યું કે તમારું બાળક બે દિવસથી કેમ ગેરહાજર હતું? આટલું પૂછતાં જ બન્નેએ ઉશ્કેરાઇને જવાબ આપ્યો હતો કે તમારે જે કંઈ કહેવાનું હોય તે અમને કહેવું, અમારા બાળકને નહીં.

જસદણમાં ન્યૂ એરા સ્કૂલની શિક્ષિકાને એક વાલીએ બૂટથી ફટકારી, બીજાએ ગળું દબાવી ધમકી દીધી: બંને સામે ફરિયાદ


જસદણ પો​​​​​લીસે રીટાબેનની ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી

​​​​​​​આટલું કહીને ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને એટલામાં જયદેવએ પોતે પહેરેલું બુટ કાઢીને મને બે વાર ગાલના ભાગે ફટકારી દીધું અને નરેન્દ્રએ મારૂ ગળું પકડી ધકકો માર્યો. એટલામા અમારા સ્ટાફના રાધીકાબેન, રીનાબેન તથા પટ્ટાવાળા હંસાબેન આવી જતાં હું બચી ગઇ હતી. બધા ભેગા થઈ જતા આ બન્ને ત્યાંથી પોતાના બાળકોને લઈને જતા રહ્યા હતા. જસદણ પોલીસે રીટાબેનની ફરિયાદના આધારે કાર્યવાહી આરંભી છે.


સ્ટાફની સામે જ વાલીએ મને મારી

શાળાનું સંચાલન પણ હું કરતી હોઉં છું ત્યારે એક વિદ્યાર્થીના વાલી મને કહી ગયા કે અમારા છોકરાને બે-ત્રણ દિવસથી મજા નહોતી એટલે સ્કૂલે આવી શક્યો નથી. એટલે મેં બાળકને ઓછી રજા પડાવો તેવું નમ્રતાથી કહ્યું હતું. બાદમાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તમામ સ્ટાફની સામે મનફાવે તેમ બોલવા લાગતા મેં તેમને રોક્યા તો એક વાલીએ મને બુટથી મારી અને બીજાએ મારું ગળું દબાવતાં મારે પોલીસ ફરિયાદનું શરણું લેવું પડ્યું છે. - રીટાબેન હિતેશભાઈ રામાણી, ભોગ બનનાર શિક્ષિકા

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો