અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણથી સુરત દિવાળીમાં એક્સ્ટ્રા બસ મુકવા હરી પટેલની માંગણી

જસદણથી સુરત દિવાળીમાં એક્સ્ટ્રા બસ મુકવા હરી પટેલની માંગણી
જસદણ અને વિછીંયા તાલુકાના તમામ ગામડાંમાંથી મોટાંભાગે ધંધા રોજગાર માટે હજજારો લોકો સુરત શહેરમાં વસવાટ કરી રહ્યાં છે ત્યારે નજીકમાં દિપાવલી જેવો શુભ તહેવાર આવતો હોઈ તેથી જસદણ ડેપો દ્વારા સુરત શહેર માટે એસ ટી તંત્ર ખાસ એક્સ્ટ્રા બસો દોડાવે એવી માંગણી સામાજીક યુવા કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા એ કરી છે તેમણે જણાવ્યું હતું કે
 દિપાવલીના તહેવારોમાં સુરતથી આવવા જવા માટે ચિક્કાર ભીડ હોય છે આ તકે ખાનગી વાહન દ્વારા પણ દર વર્ષે બે થી ત્રણ ગણું ભાડું વસુલ કરવામાં આવે છે ત્યારે એસ ટી તંત્રને કમાણી સાથે લોકોની સેવા કરવાની તક મળે વધુમાં હરિભાઈ પટેલ એ જણાવ્યું હતું કે કોરોના અને ત્યારબાદના મંદીના દિવસોથી લોકોની આર્થિક હાલત હાલ ખરાબ છે
 આવા સંજોગોમાં એસ ટી તંત્ર જસદણથી સુરત એક્સ્ટ્રા બસો ફાળવે તો ગરીબ પ્રવાસીઓને રાહત મળે એમ છેલ્લે હરિભાઈએ જણાવ્યું હતું.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું