અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીંછિયા ગામે કાલે ધુમાડા બંધ જમણવાર: સ્વર્ગસ્થ કાંતિબાપાની તિથિ નિમિત્તે ભવ્ય આયોજન

વીંછિયા ગામે કાલે ધુમાડા બંધ જમણવાર: સ્વર્ગસ્થ કાંતિબાપાની તિથિ નિમિત્તે ભવ્ય આયોજન
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૩
વીંછિયાના ભક્તિભાવથી સભર લોકસેવક કાંતિલાલ ચુનીલાલ જસાણી ગત અઠવાડિયે દેહ છોડતા આવતીકાલે શુક્રવારે તેમનાં સુપુત્રોએ પિતાની તિથિ નિમીતે તેમની યાદમાં આખા વીંછિયા ગામની તમામે તમામ જ્ઞાતી સમાજમાં ધુમાડાબંધ જમણવારનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ અંગે જુદી જુદી જ્ઞાતીના તમામ સેવાભાવીઓએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે કાલે વીંછિયા ગામના ઘરના એકપણ ચુલા સળગશે નહી અત્રે નોંધનીય છે કે સ્વર્ગસ્થ શ્રી કાંતિબાપા આજીવન ભક્તિમય જીવન ગુજાર્યું હતું અને હજજારો લોકોના દુઃખમાં પણ કોઈ પબ્લિસિટી વગર સહભાગી બન્યા હતા આજે તેમના સુપુત્રો પણ સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક ગામોમાં પોતાની યથા શક્તિ મુજબ સદ્દકાર્યો કરી પિતાના માર્ગે ચાલી રહ્યા છે.  

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું