અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

ભાવનગર જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર શ્રી મેરજાને આવકારી સહર્ષ શુભેચ્છા પાઠવતું બુરહાની ગ્રુપ

ભાવનગર જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર શ્રી મેરજાને આવકારી સહર્ષ શુભેચ્છા પાઠવતું બુરહાની ગ્રુપ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૪
ભાવનગર જિલ્લાના નવ નિયુક્ત કલેકટર રમેશ મેરજાએ પોતાનો પદભાર ગુરુવારે સંભાળ્યો હતો આ તકે ભાવનગર શહેરમાં વિવિઘ સેવા સાથે સંળાયેલાં ખાસ કરીને બ્લડ ડોનેશન અને દર્દીઓને પોતાની યથાશકિત મદદરૂપ બનતું પોતાની આગવી ઓળખ ધરાવતું બુરહાની ગ્રુપના સભ્યો ઈસ્માઈલભાઈ ટીનવાળા, મોહંમદભાઈ રંગવાળા, અમીરભાઈ સુવાણ, મોહંમદભાઈ ટીનવાળા સહિતના સભ્યોએ ગુરુવારે ભાવનગર જિલ્લાનો કલેક્ટર તરીકે ચાર્જ સંભાળનારા ડાયનેમિક અઘિકારી રમેશ મેરજાનું બુકે અને શાલ ઓઢાડી અભૂતપૂર્વ અને ઐતિહાસિક સન્માન તેમની કામગીરી માટે અને નવી પોસ્ટિંગ માટે શુભેચ્છા પાઠવી હતી
 આ તકે તેમણે બુરહાની ગ્રૂપનો આભાર પણ વ્યક્ત કર્યો હતો વર્ષ ૨૦૧૨ની બેચના આઈ.એ.એસ. રમેશ મેરજા આ અગાઉ પાલિતાણા, ખેડા જિલ્લા સહિત ગુજરાતના અનેક શહેરોમાં બેનમુન ફરજ બજાવી ચૂક્યાં છે અને તેમને અનેક માન ઇકરામ મળ્યાં હતાં.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો