અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં કોટડીયા મેટરનીટી હોસ્પિટલના સેવાયજ્ઞનો ૧૫માં વર્ષમાં પ્રવેશ: હજ્જારો સ્ત્રીઓની સારવાર

જસદણમાં કોટડીયા મેટરનીટી હોસ્પિટલના સેવાયજ્ઞનો ૧૫માં વર્ષમાં પ્રવેશ: હજ્જારો સ્ત્રીઓની સારવાર

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૨
 જસદણ વીંછીયા અને બાબરા ચોટીલા આ ચારેય પંથકના ગરીબ અને મધ્યમવર્ગની સ્ત્રીઓ અને પ્રસૂતાને દરેક દર્દોની અત્યાધુનિક સારવાર મળી રહે એવા એક માત્ર ધ્યેયની વરેલી કોટડીયા મેટરનીટી / નર્સીગ હોમ હોસ્પિટલ તેની સેવાકીય સફરના તા.૧૨ ઓક્ટોબરને બુધવારના રોજ ૧૪ વર્ષ પૂર્ણ કરી ૧૫માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આ હોસ્પિટલના વડા ડો. પંકજભાઈ કોટડીયાને (મો.903360087) ઉપર સૌરાષ્ટ્રમાંથી ઠેરઠેરથી શુભકામનાઓ વરસી રહી છે જસદણનું આ ડોકટર હાઉસ  સંપૂર્ણત: સ્ત્રીઓની હોસ્પિટલ છે અહીં તમામ સારવાર એક છત્ર નીચે પ્રાપ્ય છે જેથી દર્દીઓને અન્યત્ર જવાની જરૂર રહેતી નથી હોસ્પિટલમાં સ્પેશ્યલ રૂમ તેમજ સેકન્ડ કલાસ જનરલ વોર્ડ વગેરે ઉપલબ્ધ છે અહીં ૨૪ કલાક વિવિધ તબીબો ઓક્સિજન વીજપુરવઠો લેબોરેટરી આધુનિક મશીનો  સમાજના દરેક વર્ગને પોસાય તે માટે આ તમામ રૂમનું ભાડું અને સારવાર પણ રાહતરૂપ છે હાલ જસદણ વીંછીયા અને બાબરા ચોટીલા  તાલુકાના ગામોના મોટી સંખ્યામાં દર્દીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યાં છે મેડીકલ ક્ષેત્રે દિન પ્રતિદિન પ્રગતિ થઈ રહી છે દેશ અને દુનિયામાં વિકસી રહેલ ટેકનોલોજી અને વિજ્ઞાન સાથે કદમ મિલાવતી આ હોસ્પિટલમાં સ્ત્રીઓની તમામ પ્રકારની સારવાર એક છત હેઠળ ઉપલબ્ધ થાય છે ખાસ કરીને સર્વ જન હિતાય, સર્વ જન સુખાયના ચોક્કસ ધ્યેયને વરેલી આ હોસ્પિટલના ડો. પંકજભાઈ એક ઉમદા માનવી છે હસમુખો, મળતાવડો સ્વભાવ ધરાવતાં હોવાથી દર્દીઓને પણ દર્દમાં માનસિક રાહત થાય છે ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલોમાં હાઉસફૂલના પાટિયા ઝૂલતા લોકોએ નાણાં ખર્ચવા છતાં તેમને સારવાર નહોતી મળતી આવા કપરાં સમયે કોઈપણ દર્દીઓ પાસેથી એક નયો પૈસો લીધા વગર તદ્દન મફતમાં સેવા આ ઉપરાંત અનેક લોકોને વિવિધ છુપી મદદ કરનારા ડો.પંકજભાઈ  જસદણની પોતાની મેટરનીટી હોસ્પિટલએ ૧૫માં વર્ષમાં પ્રવેશ કરતાં મુશળધાર શુભેચ્છા મળી રહી છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે ડો.પંકજભાઈ કોટડીયા રાજકોટમાં ૧૫૦ રિંગરોડ પર બાલાજી હોલની સામે આવેલ મિરેકલ હોસ્પિટલમાં પણ સેવારત છે તાજેતરમાં આ હોસ્પિટલમાં પણ પંકજભાઈએ અનેક જોખમી પ્રસૂતાને સડસડાટ દોડતી કરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું