જસદણમાં નરેન્દ્રભાઈ મોદીને આવકારવા રાજકોટમાં બહોળી સંખ્યામાં લોકો ખાનગી વાહનો સાથે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૯
દેશના ડાયનેમિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે ગુજરાત સૌંરાષ્ટ્રની મુલાકાતે છે અને રાજકોટ તેમની પધરામણી છે ત્યારે તેમને ખાસ માનનારા જસદણ વિંછિયા પંથકમાથી અનેક લોકો ખાસ ખાનગી વાહનોમાં રાજકોટ રોડ શો અને સભામાં ઉપસ્થિત રહેશે વડાપ્રધાનની ગુજરાતની મુલાકાતને આવકારતા જસદણ જીઆઇડીસી એસોસિએશન અને જસદણ શહેર યુવા બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જણાવ્યું હતું કે આખા દેશમાં વિકાસની પ્રકાશગંગા છે ફેલાવી આત્મનિર્ભર અભિયાન દ્વારા દુનિયામાં દેશનું નામ રોશન કરનાર નરેન્દ્રભાઈ મોદીએ એક ખરાં અર્થમાં ભારતનું ગૌરવ વધાર્યું છે એમને આવનારી પેઢીઓ પણ ભુલી નહી શકે. દેશના વિકાસમાં અમૂલ્ય વારસો વધારનારા નરેન્દ્રભાઈ મોદીને આવકારવા સૌરાષ્ટ્ર સજજ બન્યું છે ત્યારે જસદણ પણ સહભાગી બનશે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352