અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના સ્વ રમાબેન છાયાણીની યાદમાં તેમનાં પરીવારએ શાળાના બાળકોનું પેટ ઠાર્યું

જસદણના સ્વ રમાબેન છાયાણીની યાદમાં તેમનાં પરીવારએ શાળાના બાળકોનું પેટ ઠાર્યું
હરિ પટેલ દ્વારા જસદણ
જસદણના રમાબેન સુરેશભાઈ છાયાણીનું ગત તા. ૧૮ ઓકટોબર ૨૦૨૦ને રવિવારના રોજ તેમનું ટુંકી બિમારીમાં નિધન થયેલ હોય 
દર વાર તહેવારે તેમની તેમની યાદમાં તેમનો પરિવાર છેવાડાના લોકોને ફૂલ નહી તો પાંખડી રૂપે પણ જરૂરીયાત લોકો સુઘી પહોંચતો હોય છે
 ત્યારે રમાબેનની મંગળવારે તિથિ હોય આ અનુસંધાને તેમનાં છાયાણી સહ પરિવારે તેમનાં પરિવારના એક અગત્યના મહીલા સભ્યની યાદમાં શહેરના પછાત વિસ્તારની ચુનારાવાડ પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો ખવડાવી એક અનોખી મશાલ પ્રજ્વલિત કરી હતી.
પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરા
મો.9723499211
વધુ નવું વધુ જૂનું