વિંછીયા માં આમ આદમીપાર્ટી સમિતિ ની મિટિંગ
આજરોજ 7 10 2022 ના રોજ વિંછીયા તાલુકા આમ આદમી પાર્ટી સમિતિ દ્વારા વિંછીયા ના તમામ ગામની ગામ સમિતિની રચના અંતર્ગત મીટીંગ યોજવામાં આવેલ હતી જેમાં 46 ગામના ગામ સમિતિના પ્રમુખ ની નિમણૂક કરવામાં આવી અને આ રચના દરેક ગામની અંદર બુથ લેવલ સુધીના કાર્યકર મિત્રોની રચના થાય નિમણૂક કરવામાં આવે અને દરેક ઘર સુધી આમ આદમી પાર્ટીનો વિચારધારા પહોંચે અને દરેક કાર્યકર મિત્રો દ્વારા આમ આદમી પાર્ટીના દરેક મુદ્દાઓને મતદાર સુધી પહોંચાડવામાં આવે એવા હેતુ અર્થે વિછીયા તાલુકાના દરેક ગામને ગામ સમિતિની રચના કરવામાં આવી આ તકે વિછીયા તાલુકા તેમજ જસદણ તાલુકાની અંદર આમ આદમી પાર્ટીનું સંગઠન વધારે મજબૂત બને તેમ જ કાર્યકર્તાઓને વિવિધ જવાબદારી સોંપી
તમામ મતદાર સુધી સરળતાથી પહોંચવામાં આવે તેનું વિસ્તૃત માર્ગદર્શન વિવિધ આગેવાનો અને જસદણ વિંછીયા તાલુકાના સંગઠન મંત્રીઓ દ્વારા આપવામાં આવેલો હતું આ પ્રસંગમાં આમ આદમી પાર્ટીના જિલ્લા મથકના હોદ્દેદારો તેમજ તાલુકા મથકના હોદ્દેદારો તેમજ વિછીયા તેમજ જસદણ તાલુકાના સંગઠન મંત્રી મુકેશભાઈ રાજપરા નરેશભાઈ મકવાણા ભરતભાઈ ભાલાળા હિતેશભાઈ ખાખરીયા વગેરે આગેવાનો હાજર રહ્યા અને ગામ સમિતિની રચના કરવામાં આવેલ હતી. પેસ રિપોર્ટર વિજયભાઈ ધોરીયા વિછીયા
Tags:
News