અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજકોટના બહેનોએ મહાત્મા ગાંધીને જન્મજયંતિ અવસરે ગર્વભેર યાદ કર્યા

રાજકોટના બહેનોએ મહાત્મા ગાંધીને જન્મજયંતિ અવસરે ગર્વભેર યાદ કર્યા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટના છેવાડાના લોકો સુઘી કોઈ ફંડ ફાળા વગર મુંગા મોઢે પોતાની સેવાપ્રદાન કરનારા વિવિઘ સંસ્થાઓ સાથે સંકળાયેલ બહેનો દુરૈયાબેન મુસાણી, રઝિયાબેન શામ, સરલાબેન પાટડિયા સહિતના બહેનોએ રવિવારે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીબાપુને ગર્વભેર યાદ કર્યા હતા રવિવારે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામેગામ આ દિવસે વિવિઘ પક્ષના નેતાઓ, કાર્યકરો હજજારો વિદ્યાર્થીઓ અને ગાંધીજનોએ પૂજ્ય ગાંધી બાપુને યાદ કરી અનેકાનેક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે રાજકોટની બહેનોએ રાજકોટમા પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધીબાપુને ગર્વભેર યાદ કર્યા હતા દરમિયાન રાજકોટ દાઉદી વ્હોરા સમાજ સેવા ગ્રુપના દુરૈયાબેન મુસાણી એ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુનું જીવન અને એમનાં આદર્શો આવનારી પેઢીઓને પણ સુખ સમૃદ્ધિનો અનુભવ કરાવશે તે ક્યારેય ભૂલાય નહીં શકે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું