અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ ઘાંચી સમાજના પ્રમુખપદે રફીકભાઈ ગોગદાની નિમણુંક

જસદણ ઘાંચી સમાજના પ્રમુખપદે રફીકભાઈ ગોગદાની નિમણુંક
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ સુન્ની મુસ્લિમ સોરઠીયા ઘાંચી સમાજનાં પ્રમુખપદે રફીકભાઈ હાજી એહમદભાઈ ગોગદાની સર્વાનુમત્તે વરણી થતાં તેમને સૌરાષ્ટ્ર ગુજરાતભરના ગામેગામમાંથી વિવિઘ માધ્યમો પર ફૂલ ગુલાબી ઠંડી જેવી અભિનંદનની વર્ષા થઈ રહી છે

 તાજેતરમાં ઘાંચી સમાજમાં એક કારોબારીની રચના થઈ જેમાં પ્રમુખપદનો કળશ સર્વાનુમતે રફીકભાઈ પર ઢોળાયો હતો જસદણમાં કોરોનાકાળમાં જે સમયે કોરોના દર્દીઓઓની કોઈ પડખે ચઢતું નહોતું એવા સમયે જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, આરોગ્યતંત્ર, અને તેમનાં મુસ્લિમ સમાજના સેવાભાવીઓ થકી ઘાંચી જમાતખાનામાં કોવિડ કેર સેન્ટર અને ખાસ કરીને લોકડાઉંનમાં સેવાભાવીની મદદથી એક રસોડું કાર્યરત કરવામાં આવ્યું હતું જેમાં હજજારો જરૂરીયાતમંદ લોકોએ લાભ મેળવ્યો હતો રફીકભાઈ માત્ર મુસ્લિમો સાથે નહી પણ શહેરની તમામ જ્ઞાતિ સમાજમાં અડધી રાતનો હોંકારો છે લોકોના આરોગ્ય સહિત અન્ય કામોમાં મોખરે રેહતાં રફીકભાઈ હાલ ઠેરઠેર થી અભિનંદનથી ભીંજાય રહ્યાં છે.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું