અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મોરબી દુર્ઘટનાના તમામ દિવગંતો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં જસદણના હુસામુદ્દીન કપાસી

મોરબી દુર્ઘટનાના તમામ દિવગંતો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં જસદણના હુસામુદ્દીન કપાસી
સમગ્ર દેશ માટે ગત રવિવારે બનેલી મોરબીનાં ઝૂલતા પુલની કારમી દુર્ધટના 
લાખો કરોડો માનવીનું હૈયું કંપાવી ગઈ આ અંગે હતભાગીઓને વ્હારે કોઈ પબ્લીસિટી કર્યા વગર અનેક જસદણવાસીઓ પોતપોતાની રીતે વ્હારે ચડ્યા હતા દૂર્ઘટના અંગે રવિવારે સાંજે જ ભાજપના આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા, ડો.ભરતભાઈ બોઘરા, અશોકભાઈ મહેતા, જીજ્ઞેશભાઈ હીરપરા, દુર્ગેશભાઈ કુબાવત, ગજેન્દ્રભાઈ રામાણી, જસદણ નગરપાલિકા પ્રમુખ અનીતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયા, જસદણ જીઆઇડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ સહિતના આ ધટના અંગે દુઃખ વ્યકત કરી પોતાના ભાગે આવતું કામ સુપેરે નિભાવવ્યું હતું તાત્કાલિક ધોરણે તો ભરતભાઈ બોઘરા અને કુંવરજીભાઈ બાવળિયા મોરબી પહોંચી ગયા હતા દરમિયાન જસદણના હુસામુદ્દીન કપાસીએ આજે મુતકો પ્રત્યે અંત:કરણપૂર્વક દિલસોજી અને શ્રદ્ધાંજલિ વ્યકત કરી હતી અને જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં જે નિધન થયાં છે
 તેમનાં આત્માની સદ્દગતિ માટે પ્રાર્થના જેમના પરિવારજનોને કુદરત આ પહાડ જેવા દુઃખને સહન કરવાની શક્તિ આપે સાથે ઇજાગ્રસ્તો પુન: સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે વધુમાં જણાવ્યું હતું કે આ દુર્ઘટના પાછળ જે જવાબદારો છે તે તમામની ધરપકડ કરી કોર્ટ તેમને તાત્કાલિક અસરથી કાયદા મુજબ સજા કરે અને દુર્ઘટના બની ત્યારે થોડીવારમાં કોઈ સ્વાર્થ વગર સ્થાનિકોએ જે કામગીરી કરી જે કાબિલેદાદ રહી જેના થકી અનેક લોકોના જીવ બચ્યાં આવી કામગીરી કરનારનું યોગ્ય રીતે આર્થિક સન્માન પણ કરવું જોઈએ.
વધુ નવું વધુ જૂનું