અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના વિરપર ગામના ડોકટરના મકાનમાં ૧.૮૧ ચોરી: પોલીસ ફરિયાદ

જસદણના વિરપર ગામના ડોકટરના મકાનમાં ૧.૮૧ ચોરી: પોલીસ ફરિયાદ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨
જસદણના વિરપર ગામમાં સ્મશાનની સામે રહેતા તબીબના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રોકડ તથા દાગીના મળી રૂ.૧,૮૧,૫૦૦ની મતા ચોરી જતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ વિરપર ગામમાં રહેતા તબીબ મેહુલભાઇ ગેલાભાઇ જાગરાણા (ઉ.વ.૩૨) ઍ ભાડલા પોલીસ  મથકમાં નોîધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે પોતે ભાડલા ખાતે સત્યમ હોસ્પિટલ ચલાવે છે ગત તા.૩૧ના રોજ પોતે પરિવાર સાથે મકાનને તાળુ મારી ચોટીલાના રાજપરા ગામમાં રહેતા બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા બપોરે હોસ્પિટલે જવાનુ હોઇ જેથી પોતે અને હોસ્પિટલમાં કામ કરતો રાયધનભાઇ સોલંકી બંને પોતાની કાર લઇને ભાડલા પોતાની હોસ્પિટલે ગયા હતા. માતા-પિતા સહિતના પરિવારજનો રાજપરા બહેનના ઘરે રોકાઇ ગયા હતા. થોડીવાર બાદ પોતાના મોબાઇલમાં પિતાનો ફોન આવતા તેણે જણાવેલ કે, ‘ઘરે ચોરી થયેલ છે, તુરંત ઘરે જા’ તેમ કહેતા પોતે વિરપર પોતાના ઘરે જતા દરવાજાનું તાળુ તુટેલુ અને અંદર સામાન વેરવીખેર જાવા મળ્યો હતો. તપાસ કરતા રોકડ અને દાગીના મળી રૂ.૧,૮૧,૫૦૦ની મતા જોવા ન મળતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી બાદ પોતે પોલીસમાં જાણ કરતા ભાડલા પોલીસે સ્થળ પર પહોîચી તબીબ મેહુલભાઇ જાગરાણાની ફરીયાદ દાખલ કરી પી.ઍસ. આઇ.આર.ઍસ. સાંકળીયાઍ તપાસ હાથ ધરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું