અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વીંછિયા પંથકમાં હથિયાર જમા કરવામાં આદેશ સામે પરવાનેદારો નિરાશ

જસદણ વીંછિયા પંથકમાં હથિયાર જમા કરવામાં આદેશ સામે પરવાનેદારો નિરાશ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૪
જસદણ વીંછિયા આ બે તાલુકાનાં ચાર પોલીસ મથકમાં આગામી વિધાનસભાની ચુંટણીની આચાર સંહિતાના પગલે હથિયાર પરવાનો ધરાવતા ઘારકો સામે દીવસ સાતમાં પોતાનાં હથિયાર જમા કરાવવાનો આદેશ થતાં ખંભે જોટો અને કેડે ફટકતી લટકાવી ફરતાં હથિયાર પરવાનેદારોને એક માસ કરતાં પણ વધુ સમય હથિયારથી વંચિત રેહવું પડશે જસદણ વીંછિયા પંથકમા ચાર પોલીસ સ્ટેશનોએ આજની કામગીરી હાથ ધરી છે જેમાં જસદણ ૧૭૦ ભાડલા ૬૬ આટકોટ ૫૮ અને વીંછિયા પોલીસ મથકો હેઠળ હથિયાર પરવાનેદારો છે આ દરેકને પોતાના હથિયારો સાત દિવસમાં જમાં કરાવવા પડશે કેટલાક પરવાનેદારોએ તો પોતાનાં હથિયાર જમાં પણ કરાવી દીધાં છે દરમિયાન જસદણના યુવા સામાજિક સેવાકીય અગ્રણી અલ્પેશભાઈ રૂપારેલિયા અને ઉદ્યોગપતિ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે તા.૧ ડિસેમ્બરના રોજ ધારાસભ્યની ચૂંટણી છે ત્યારે મતદારો મતદાન માટે કોઈ આળસ ન કરે દેશ માટે મતદાન ખુબ જ જરૂરી છે અત્રે ઉલ્લેખનીય છે કે જસદણ વીંછિયા વિધાનસભાની ચુંટણીને લઈ હજું મુખ્યપક્ષો ભાજપ કોંગ્રેસએ હજું પોતાનાં ઉમેદવારો પણ જાહેર કર્યા નથી
 ત્યાં સીઆરપીએફની કંપની આવી અને ફ્લેગમાર્ચ પણ યોજાય ગઇ છે અને કલેક્ટરએ આદેશ પણ કરી દીધો છે કે ચૂંટણી સમયે કોઈ સોશ્યલ મીડિયામાં કે કોઈ અન્ય મીડિયામાં ફેક ન્યુઝ ફેલાવશે એની સામે સખ્ત કાર્યવાહી થશે 
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું