અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના ગામોમાં આગામી ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ

જસદણના ગામોમાં આગામી ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ 
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૪
ચૂંટણી જાહેર થતાની સાથે જ જસદણ વિસ્તારોના ગામડાઓમાં આજથી જ ફૂટ પેટ્રોલિંગ શરૂ થયું હતું પ્રથમ તબક્કામાં આજે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જી. ઝાલા સાહેબ ગોંડલ ડિવિઝન તથા જસદણ પોલીસ સ્ટેશનના નવા આવેલા પોલીસ ઇન્સ. પી.બી. જાની સાહેબ દ્વારા જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જસદણ પો.સ્ટે.ના 12 પોલીસ જવાન તથા સીઆરપીએફના 30 જવાનો દ્વારા ત્રણ સરકારી વાહનો સાથે પો.સ્ટે. વિસ્તારના છ
 સંવેદનશીલ ગામડા ભડલી આંબરડી, સોમલપર, વડોદ, શિવરાજપુર અને ગોડલાધાર ગામની મુલાકાત કરવામાં આવી તેના સંવેદનશીલ બિલ્ડીંગ તથા બુથની મુલાકાત કરવામાં આવી અને ગામડાઓમાં ફ્લેગમાર્ચ કરવામાં આવી તથા ગામના સરપંચ તથા વિવિધ આગેવાનો સાથે મુલાકાત કરવામાં આવી હતી.

તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું