અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણ વિધાનસભાની બેઠકમાં મતદારો બુથ ભલે વધ્યાં:પણ મતદાન અચૂક કરજો હરિ પટેલ

જસદણ વિધાનસભાની બેઠકમાં મતદારો બુથ ભલે વધ્યાં:પણ મતદાન અચૂક કરજો હરિ પટેલ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૯
જસદણ વિધાનસભાની ચુંટણીમાં મતદારો કોઈને કોઈ કારણસર આળસ કરતાં હોવાથી દર ચૂંટણીમાં હજજારો મત ઓછાં પડી થયાં છે આની સીધી અસર લોકશાહી પર પડી રહી છે ગ્રામ પંચાયતથી માંડી સાંસદ સુધીની દરેક ચુંટણીમાં આ માહોલ રહ્યો છે ત્યારે જસદણના યુવા સામાજિક કાર્યકર પટેલ હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જણાવ્યું હતું કે ગત ધારાસભાની પેટા ચૂંટણીથી આ ચુંટણીમાં ૨૪ હજાર મતદારો અને મતદાન મથકો વધ્યાં છે ત્યારે આ ચૂંટણીમાં દરેક મતદારો આળસ કર્યા અચૂક મતદાન કરે તે આજના સમયની માંગ છે હરિભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જસદણ વિધાનસભાની ચૂંટણીમાં માંડ ૬૫ ટકા થી માંડી ૭૫ ટકા સુઘી લોકો મતદાન કરે છે પણ આ પુરતું નથી લોકશાહી ટકાવવા માટે પુરતું મતદાન જરૂરી છે. મતદારોને કોઈ હાલાકી કે તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્રએ જવાબદારી સાથે પુરતી વ્યવસ્થા કરી છે પણ મોટાં ભાગના નાગરિકો ફ્કત આળસને કારણે મતદાનથી વંચિત રહે છે ત્યારે આગામી ચૂંટણીમાં પુરતું મતદાન કરવા જસદણ વીંછિયા પંથકના લોકોને હરિભાઈ પટેલે અપીલ કરી છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું