અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈ ભાજપના કાર્યકરોમાં ખુશાલીના ઘોડાપુર

જસદણમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈ ભાજપના કાર્યકરોમાં ખુશાલીના ઘોડાપુર
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૨૨
જસદણ વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય પક્ષો અને અપક્ષો પુરપાટ ગતિએ પોતાનો પ્રચાર પ્રસારમાં વ્યસ્ત છે ત્યારે આવતીકાલે બુધવારે સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જસદણમાં આવી રહ્યાં છે ત્યારે ભાજપના ટોપ થી બોટમ સુધીના કાર્યકરોમાં ખુશાલીના ઘોડાપુર ફરી વળ્યાં છે કાલે અમિત શાહના આગમનને લઈ આજે મંગળવારે ભાજપએ તાત્કાલિક અસરથી એક મિટિંગ બોલાવી હતી જેમાં અમિત શાહના આગમનને લઈ કાર્યક્રમો ઘડાયા હતાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને જસદણ વીંછિયા પંથકના ગામોમાં આ વખતે મતદારોની સંખ્યા વધતાં વિવિઘ પક્ષોના કાર્યકરો નેતાઓઓની ભુમિકા ભજવી ફોટો સેશન કરી વાયરલ કરી રહ્યાં છે બે દિવસથી આ બન્ને તાલુકામાં ફૂલ ગુલાબી ઠંડીમાં પણ કાર્યકરો કહેવાતો પ્રચાર કરી રહ્યાં છે પણ ક્યો કાર્યકર કયાં પક્ષોનો પ્રચાર કરે છે તે નક્કી ન થતું હોવાની ટીખળ પણ સોશ્યલ મીડિયામાં થઈ હતી જો કે રાજકારણમાં તમારી સાથે સતત રહેતો હોય તે પણ પહેલો દુશ્મન હોય શકે છે પણ કાલે અમિત શાહ ચૂંટણી લક્ષી જાહેરસભા યોજવાના છે ત્યારે જનમેદની ઉમટી પડશે અત્રે નોંધનીય છે કે અમિત શાહ જયારે રાજ્યના ગૃહમંત્રી હતાં ત્યારે તેમણે જસદણ વાજસુરપરામાં પોલીસ મથક ખુલ્લું મુકવા આવ્યાં હતાં.

હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો