હીરાબાઃ 100 વર્ષનું જીવન...:6 બાળકની પરવરિશ અને એક માતાનો સંઘર્ષ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું શુક્રવારે વહેલી સવારે નિધન થયું. તેઓ 100 વર્ષના હતા. હીરાબાએ અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મંગળવારે સાંજે દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે પીએમ મોદી તેમના માતાને મળવા પણ આવ્યા હતા. હીરાબાનું સમગ્ર જીવન સંઘર્ષમય રહ્યું છે. પીએમ મોદી અનેકવાર એ વાતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબા (હીરાબેન)નું શુક્રવારે નિધન થયું. તેમણે આ જ વર્ષે જૂનમાં પોતાના જીવનના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. તેમનો જન્મ 18 જૂન 1923ના રોજ મહેસાણામાં થયો હતો. હીરાબેનના લગ્ન દામોદરદાસ મૂળચંદ મોદી સાથે થયા હતા. દામોદરદાસ ત્યારે ચા વેચતા હતા. હીરાબેન અને દામોદરદાસને 6 સંતાનો થયાં. નરેન્દ્ર મોદી ત્રીજા નંબર પર છે. હીરાબેન અને દામોદરદાસના અન્ય સંતાનો છે- અમૃત મોદી, પંકજ મોદી, પ્રહલાદ મોદી, સોમા મોદી અને પુત્ર વસંતીબેન હસમુખલાલ મોદી.
હીરાબા આજીવન સંઘર્ષશીલ મહિલા રહ્યા. પીએમ મોદી અનેકવાર પોતાના માતાના સંઘર્ષોનો ભાવુક સ્વરમાં ઉલ્લેખ કરી ચૂક્યા છે. વર્ષ 2015માં ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ સાથેની વાતચીત વખતે પીએમ મોદીએ પોતાના માતાના સંઘર્ષોને યાદ કર્યા હતા. ત્યારે તેમણે કહ્યું હતું કે, મારા પિતાજીના નિધન પછી માતા અમારૂં ગુજરાન ચલાવવા અને પેટ ભરવા માટે અન્યોનાં ઘરમાં જઈને વાસણો સાફ કરતા હતા અને પાણી ભરતા હતા. ત્યારે માતાની તકલીફોને યાદ કરીને પીએમ મોદી ભાવુક થઈને રડી પડ્યા હતા.
પીએમ મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીએ હીરાબેનના 100મા વર્ષમાં પ્રવેશ કરવાના પ્રસંગે પોતાના મોદીના જીવનની કહાની શેર કરી હતી. પ્રહ્લાદ મોદીએ જણાવ્યું હતું કે તેમના માતા જ્યારે માત્ર 6 મહિના હતા, ત્યારે તેમના નાની તેમને છોડી ગયા હતા. તેમનો સંઘર્ષ તો ઈતિહાસ જ જાણે છે. પ્રહ્લાદ મોદીએ કહ્યું કે મારા નાની ગુજરી ગયા પછી નાનાએ બીજા લગ્ન કર્યા. એ પછી તેમને જે સંતાનો થયા તેમના પાલન પોષણની જવાબદારી પણ હીરાબા પર જ હતી. તેઓ કહે છે કે તેમના માતા નાની વયમાં જ માતા બની ચૂક્યા હતા. ભાગ્યને આટલાથી જ સંતોષ ન હતો. નાનાજીના બીજા પત્ની ગુજરી ગયા પછી તેમણે ત્રીજા લગ્ન કર્યા હતા. તેમનાથી જે સંતાનો થયા તેમની જવાબદારી પણ હીરાબેન પર જ આવી હતી. એ પછી તેમણે પોતાના બાળકોનો પણ ઉછેર કર્યો. આમ છતાં તેમને ક્યારેય પોતાના જીવન અંગે કોઈ ફરિયાદ નહોતી.
જ્યારે હીરાબાએ કર્યો હતો ચોરોનો સામનો
પ્રહ્લાદ મોદીએ એક કિસ્સો સંભળાવતા કહ્યું હતું કે તેમના માતા તેમને કહેતા કે તેઓ જે મકાનમાં રહેતા, તેની દિવાલ પડી ગઈ હતી. તેઓ સૂતા હતા. તેમની બાજુમાં જ તેમની નાની બહેન હતી. એ સમયે ચોર આવ્યા. તેમના હાથમાં હથિયાર હતા પરંતુ ત્યારે જ માતા ઊભી થઈ અને ચોરોનો સામનો કર્યો. ચોરોને ભાગવું પડ્યું હતું.
કેમ મજબૂત હતા હીરાબા, પુત્ર પ્રહ્લાદે જણાવ્યું
પ્રહ્લાદ મોદીએ કહ્યું હતું કે તેમના માતા આટલા મજબૂત કઈ રીતે હતા? તેમણે કહ્યું હતું કે એ વડનગરની તાસીર છે. વડનગરમાં એક જ કૂવો છે, જેમાંથી તમામ લોકો પાણી લઈને ભોજન બનાવે છે. જે ખેતરમાં એ કૂવો હતો તેમના માલિકનું નામ હતું. મોગાજી ઠાકુર. તેઓ પાણી માટે કોઈને ઈનકાર કરતા નહોતા. ત્યાંથી દરેક મહિલા બે ઘડા પાણી માથા પર ઊંચકી લાવતી હતી. ગામના પ્રવેશદ્વારથી અમારૂં ઘર 15 ફૂટના ઊંચાઈ પર હતું. માતા દરરોજ બે વાર પાણી લાવતા હતા અને ત્યાંથી ચઢીને પોતાના ઘરે પહોંચતા હતા. કૂવામાંથી પાણી કાઢવા માટે 100 હાથ જેટલું દોરડું ખેંચવું પડતું હતું. તેથી તેમના હાથ-પગ મજબૂત હતા.
પીએમ મોદીના ભાઈ કહે છે કે માતા વસ્ત્રો ધોવા માટે તળાવે જતા હતા, પછી તેઓ ઘરકામ કરતા હતા. અન્યોનાં ઘરોમાં પણ કામ કરતા હતા. આ પ્રકારને તેમનું શરીર ઘણું મજબૂત રહ્યું. તેમણે સમગ્ર જીવન મહેનત કરીને વિતાવ્યું, આળસ શબ્દ તેમના જીવનમાં હતો જ નહીં.
જ્યારે માતાએ મોટાભાઈને માર માર્યો હતો
પ્રહ્લાદ મોદી કહે છે કે તેમના માતા ભણ્યા નહોતા. તેમણે સ્કૂલ જોઈ જ નહોતી. આમ છતાં બાળકોને ભણાવવાની જિજ્ઞાસા હતી. તેઓ અમને હંમેશા ભણવા માટે પ્રેરિત કરતા રહેતા હતા. પ્રહ્લાદ મોદીએ કહે છે કે એકવાર તેમના મોટાભાઈ ક્યાંકથી કોઈ ચીજ લઈ આવ્યા. તેઓ બાળક હતા અને તેમને ખ્યાલ નહોતો કે તેમણે ચોરી કરી છે. પરંતુ જ્યારે તેઓ ઘરે આવ્યા તો માતાએ ડંડો લીધો અને તેમને ફટકારવાનું શરૂ કર્યું અને ત્યાં સુધી લઈ ગયા, જ્યાંથી તેઓ એ ચીજ લઈ આવ્યા હતા. તેમણે એ ચીજ પાછી અપાવી. પ્રહ્લાદ મોદીએ કહે છે કે સંસ્કાર આપવાની જે કલા છે, એ કલા માતા આપી શકે છે અને અમારા માતા પાસેથી અમને આ સંસ્કાર મળ્યા છે. માતાના સ્વભાવમાં બેઈમાની બિલકુલ નહોતી.
સપ્તાહમાં 5 દિવસ બાજરાનો રોટલો અને કઢી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના ઘરમાં ગરીબીની જે સ્થિતિ હતી, ત્યાં તેમને પોતાના બાળકોને સપ્તાહમાં 5 દિવસ કઢી અને બાજરાનો રોટલો ખવડાવવો પડ્યો હતો. કઢીમાં થોડો ચણાનો લોટ નાખવામાં આવતો હતો, છાસ તો ત્યારે મફત મળતી હતી, તેમાં એક રિંગણ નાખતા હતા અને પછી તે જ સમગ્ર પરિવાર આરોગતો હતો. માતાની પાસે પરિવારનું સમગ્ર અર્થશાસ્ત્ર હતું, તેઓ જાણતા હતા કે કેવી રીતે એક રૂપિયો, પાંચ રૂપિયા કે પછી વગર પૈસે સમગ્ર પરિવાર ચલાવવાનો છે.
પંકજ મોદી સાથે રહેતા હતા હીરાબા
હીરાબેન હાલ પોતાના પુત્ર પંકજ મોદી સાથે ગુજરાતના ગાંધીનગરમાં રહેતા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાતાના માતા સાથે આ જ વર્ષે 4 ડિસેમ્બરે મળ્યા હતા, જ્યારે તેઓ ગુજરાત ચૂંટણી પ્રચાર માટે રાજ્યમાં હતા. તબિયત ખરાબ થયા પછી તેઓ માતાને મળવા માટે બુધવારે અમદાવાદ પણ ગયા હતા. હીરાબેનના નિધનની સાથે પીએમ મોદીના જીવનનો એક ભાવુક અધ્યાય બંધ થઈ ગયો છે. એ અધ્યાય જ્યાં એક સંતાન માતાના પાલવમાં લપેટાઈને માની મમતા અનુભવે છે.