અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

મળતાવડા સ્વભાવ ધરાવતાં પત્રકાર જયદીપ જોશીને શબ્દાંજલિ પાઠવતાં હુસામુદ્દીન કપાસી

મળતાવડા સ્વભાવ ધરાવતાં પત્રકાર જયદીપ જોશીને શબ્દાંજલિ પાઠવતાં હુસામુદ્દીન કપાસી
 રાજકોટના વિવિઘ અખબારો સાથે સંકળાયેલા ખુશ મિજાજ ધરાવતાં પત્રકાર જયદીપભાઈ જોશીનું ટુંકી બિમારીમાં આજે તેઓનું નિધન થતાં પત્રકાર જગતમાં શોકની લાગણી ઉદ્દભવી હતી ફ્કત બાવન વર્ષની વયે તેઓનું નિધન થતાં વિવિઘ માધ્યમો પર ઠેર ઠેરથી ભીનાં હદયે તેઓને અંજલિ અપાઈ રહી છે આ અંગે જસદણના હુસામુદ્દીન કપાસીએ શબ્દાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે જયદિપ જોશી રાજકોટના વિવિઘ નામનાં ધરાવતાં અખબારો સાથે સંકળાયેલા હતાં ગ્રામ્ય પ્રતિનિધિઓના તેઓ કાયમી ધોરણે માર્ગદર્શક અને સહાયક રહ્યાં હતાં હંમેશા હસતાં મોઢાનો આવકાર અમને સદાય યાદ રહેશે ટુંકી વયે નિધન છતાં લોકોનાં દિલમાં હજું જીવંત છે પરમ કૃપાળુ પરમાત્મા તેમને સ્વર્ગમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એમ હુસામુદ્દીન કપાસી એ જણાવ્યું હતું.
વધુ નવું વધુ જૂનું