જસદણ તાલુકાના સાણથલીમાં કાલે શુક્રવારે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
શ્રી પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી કે. ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આટકોટ અને શ્રી સરદાર પટેલ સેવા સમાજ સાણથલી દ્વારા તારીખ ૨૩-૧૨ ને શુક્રવારે સવારે ૯ કલાકથી બપોરે એક કલાક સુધી સરદાર પટેલ સેવા સમાજ સાણથલી ખાતે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં હાડકા અને સાંધા સ્નાયુ રોગના નિષ્ણાત ડો. ઉમંગ વડેરા, હૃદય રોગ ડાયાબિટીસ બીપી ફેફસાના નિષ્ણાત ડો. રાકેશ સીસરા, ડો. તેજસ ગોયાણી, કાન નાક ગળા અને થાઇરોડના નિષ્ણાત ડો. અંકિતા વસાણી, ફિઝિયોથેરાપી ડો. માનસિ કાપડિયા,દાંતના ડો. દ્રષ્ટિ મેહ, પિતાશય પથરી સારણગાઠ હરસ-મસા એપેન્ડિક્સ તથા પેટે રોગના નિષ્ણાત ડો. જેમિન કલોલા તથા ડો. હિમલ રાઠોડ, સ્ત્રી રોગના નિષ્ણાત ડો. રાહુલ સિહાર, ડો. નિલેશ ચાવડા, બાળ રોગ નિષ્ણાત ડો.પાયલ ગજેરા, દાંતના નિષ્ણાત ડો. ઋષિકા બાવીસી તેમજ પરવાડીયા હોસ્પિટલ આટકોટના સીઈઓ ડો.ભરત માંડલીક, ડો. નવનીત બોદર સહિતના લોકો સેવા આપશે.
કેમ્પમાં નામ નોંધાવવા માટે મોબાઈલ નંબર ૯૯૦૯૯૨૭૫૭૫ તથા ૯૭૧૪૮૬૩૬૬૬ ઉપર નામ નોંધાવવાનું રહેશે. નિદાન કેમ્પનો લાભ લેવા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરતભાઈ કે બોઘરાએ અનુરોધ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આટકોટમાં ડો. ભરતભાઈ બોઘરાએ આટકોટમાં અઘતન હોસ્પિટલ બનાવતાં જેમાં અત્યાર સુધીમાં લાખો દર્દીઓને લાભ મળ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News