કોઠી ગામમાં રહેતા ભાવેશ જાપડીયાએ ફેસબુક ઉપર લાઇસન્સ વિના હથિયાર સાથે ફોટો અપલોડ કરતા ફરિયાદ નોંધાઈ ગુન્હો આર્મ્સ એકટ કલમ-૨૯,૩૦ મુજબ તે એવી રીતે કે,
આ કામેના આરોપી નંબર-૧ નાએ પોતાની પાસે કોઇ હથિયાર તે પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના ફેસબુક આઇ-ડી (koli Bhavesh Zapadiya) નામના એકાઉન્ટમાં ફોટો અપલોડ કરી, તેમજ મરણજનાર આરોપી નંબર-૩ નાએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી નંબર-૧ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી, તેમજ આરોપી નંબર-૩ ગઇ તારીખ-૦૪/૦૯/૨૦૨૨ ના રોજ મરણગયેલ હોય તેમ છતા આરોપી નંબર-૨ નાએ સદરહુ હથીયાર આજદીન સુધી પોતાના કબ્જામાં રાખી લાયસન્સની શરત ભંગ કરી, ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી, ગુન્હો કર્યા બાબત.
Credit :
Rajesh Limbasiya