તમારા માતાપિતા તમારી સાથે રહે છે કે તમે તમારા માયાપિતા સાથે રહો છો ?
જો તમે તમારા માતાપિતા સાથે કઈ વાત કરતા હોય કે તમારા માતાપિતા તમને કઈ કહેવા માંગતા હોય તે વખતે તમારો મોબાઈલ તમારા હાથમાં હોય છે કે તમારા ખિસ્સામાં ? તમારુ દયાન માતાપિતા સાથેની વાતમાં હોય છે કે મોબાઇલમાં? તમારા મોબાઈલમાં વારંવાર જોવો છો કે માતાપિતા સામે?
તમે તમારા માતાપિતાની વાત બરાબર સાંભળો છો કે એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખો છો?
તમે તમારા માતાપિતાની આસ્થા માન્યતાનો સ્વીકાર કરો છો કે નહી.તમે સ્વીકારો તો તમારા માતાપિતાનું મન હળવુફુલ થઈ જશે
તમે તમારા માતાપિતાની સાથે વાત કરો છો તે વખતે માતાપિતા સાથે આદર સન્માનથી વાત કરો છો કે નહી.
તમે માતાપિતાના યોગદાનની તારીફ કરો છો કે નહી ?
સામાન્ય વાતચીતમાં માતાપિતાના કાયમ વખાણ કરો છો કે નહી તેમની તારીફ કરો છો કે નહીં?
કોઈ સારા સમાચાર મળે તો તે સમાચાર સૌથી પહેલા તમારા માતાપિતાને આપો છો કે નહી?
કોઈ ખરાબ સમાચાર કે ઘટના માતાપિતાને ખબર ના પડે તેની કાળજી રાખો છો કે નહીં?
મવતાપિતાના મિત્રો આવે તે વખતે તમે ખુશ થાવ છો કે ગુસ્સામાં આવી જાવ છો?માતાપિતાના સગાસંબંધીઓ આવે તે વાત તમને ગમે છે કે નારાજ થઈ જાવ છો?,
માતાપિતાના મિત્રો સગાસબંધીઓ સાથે માતાપિતા સાથેની વાતચીતમાં તમે જોડાવ છો કે અંતર રાખો છો?
માતાપિતાના મિત્રો સગાસંબંધીઓને ચાહ પાણી નાસ્તાની વ્યવસ્થા ઉત્સાહ ઉમંગથી કરો છો કે ક મને કરો છો?
માતાપિતાની સારી વાતો સારા કામોની વાત કરો છો કે નહી?
ઉંમરને હિસાબે તમારા માતાપિતા એકની એક વાત વારંવાર કરે તે વખતે તમે એ વાત પહેલી વખત સાંભળી રહ્યા હોય એમ વર્તન કરો છો કે પિત્તો ગુમાવી દો છો?
ભૂતકાળની કડવી વાતોને માતાપિતા સામે ના કરવી જોઈએ એનું પ્રમાણભાન રાખો છો કે નહી?
તમારા માતાપિતા સામે હોય તે વખતે તમારી પત્ની સાથેના વર્તનમાં કઈ ફરક પડે છે ખરો?
તમારા માતાપિતા સામે બેઠા હોય તો પત્નીના કાનમાં ગપસપ કરવાની ટેવ તમે છોડી કે નહી ?
તમારા માતાપિતાને કદાચ આ વાત ગમશે નહી એમને ઓછું આવશે માઠું લાગશે.
માતાપિતા સાથે સભ્યતાથી શાલીનતાથી વર્તન વાતચીત કરો છો કે નહી?
માતાપિતાની અમુક વાત કે આદત તમને ના ગમતી હોય તે વખતે નકારાત્મક ટીકા કરવાથી બચો છો કે તરત મગજ પરનો કાબૂ ગુમાવી દો છો?
માતાપિતાની વાત તમે અધવચ્ચેથી કાપી નાંખો છો કે વાત પુરી થવાની રાહ જોવો છો?
માતાપિતાની માન મર્યાદા મરતબાનો ખ્યાલ રાખો છો ખરા?
માતાપિતા સામે તેમના પૌત્ર પૌત્રીઓને મારઝૂડ કરવાની ભુલ કરો છો કે નહીં?
માતાપિતાની સલાહ સુચન લો છો કે નહી?
માયાપિતા પાસેથી માર્ગદર્શન મેળવો છો કે નહી?
માતાપિતાનું નેતૃત્વ સ્વીકારો છો કે નહીં?
માતાપિતા સામેથી વારંવાર પસાર થવાની ભુલ દિવસમાં કેટલી વાર કરો છો?
માતાપિતા સાથે ઊંચા અવાજે વાત કરો છો કે ધીમા આ અવાજે વાત કરો છો?
તમારા માતાપિતા જમી લે તે પછી તમે જમો છો કે પહેલા જમી લો છો?
તમારા માતાપિતા છે તો તમને બહુ મોટી રાહત છે માનસિક ટેકો છે એમ કબુલ કરો છો કે નહીં?
માતાપિતાની હાજરીમાં તમે કંટાળો થાક અનુભવો છો કે ખુશ થાવ છો ?
માતાપિતાની કોઈ ભુલ પર કકળાટ કરો છો કે નહી?
માતાપિતાને નવી ટેકનોલોજીમાં સમજ ના પડતી હોય તો તમે તેમની મજાક ઉડાવો છો કે નહીં?
દરરોજ માતાપિતા સાથે સવાર સાંજ 20/30 મિનિટ શાંતિથી બેસો છો કે નહી?
ઘરેથી બહાર નીકળો તે વખતે માતાપિતાને પગે પડી આશીર્વાદ લો છો કે નહી?
તમારી વ્યસતા વચ્ચે માયાપિતાની દવા લાવવાનું યાદ રાખો છો કે ભુલી જાવ છો?
માતાપિતાને તમારી જે વાત તમારું જે વર્તન ગમતું હોય એમ વારંવાર કરો છો કે નહી?
યાદ રાખો તમે તમારા માતાપિતા સાથે રહો છો તમારા માતાપિતા તમારી સાથે રહેતા નથી .
માતાપિતાથી મોટા ભગવાન આ ધરતી પર બીજા કોઇ છે જ નહી.
જે લોકોને માતાપિતાની યાદ આવે તે વખતે આંખોમાં આંસુ આવી જાય છે એમને માતાપિતાની કદર અને કિંમત પુછો.
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
Tags:
News