WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણમાં પી એમ મોદીના માતાના નિધનથી શોકની કાલિમા છવાઈ

જસદણમાં પી એમ મોદીના માતાના નિધનથી શોકની કાલિમા છવાઈ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માતૃશ્રી પૂજ્ય હીરાબાના આજે વહેલી સવારે થયેલ નિધનના પગલે જસદણ તથા વીંછિયા પંથકમા શોક છવાયો હતો આંખના પલકારામાં દેશભરમાં આ સમાચાર ફરી વળતાં લાખો લોકોએ સોશ્યલ નેટવર્ક પર શ્રદ્ધાંજલિ આપી હતી. 
જસદણના ધારાસભ્ય અને રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે હીરાબાના દેવલોક ગમનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું જસદણના પુર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું કે પૂજ્ય હીરાબા વાત્સલ્ય સાદગી પરિશ્રમ અને ઉચ્ચ જીવન મૂલ્યોના પ્રતિમૂર્તી હતાં ભગવાન તેમનાં પરમ આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના જસદણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન અલ્પેશભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે હીરાબાને મહાદેવ શાંતિ અર્પે એવી પ્રાર્થના જસદણ શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે શતાયુ પર પહોંચેલા હીરાબા એક એક વિરલ વ્યક્તિત્વ હતાં જીવનનાં ઝંઝાવાત સામે લડી સંસ્કારોની ભેટ આપનારાને ઈશ્વર પરમ શાંતિ આપે. હાલ હીરાબા નો દેહ પંચમહાભૂતમાં વિલીન થતાં જસદણ વીંછિયા પંથકમાં શોકની કાલિમા છવાઈ છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો