અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જસદણના યુવા ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણીનો આજે જન્મદિન: ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા

જસદણના યુવા ઉદ્યોગપતિ ઇમરાનભાઈ ખીમાણીનો આજે જન્મદિન: ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૨
પાંચમા પુછાતાં અને પારકી છઠ્ઠીના જાગતલ એવાં જસદણના યુવા ઉધોગપતિ અને મેમણ સમાજનાં પ્રમુખ ઈમરાનભાઈ ખીમાણી (મો.9879276970) નો આજે ૧૨ ડિસેમ્બર સોમવારના રોજ જન્મદિન હોવાથી સવારથી ફૂલ ગુલાબી ઠંડીમાં તેમને વિવિઘ માધ્યમો પર શુભેચ્છા મળી રહી છે તા.૧૨ ડિસેમ્બર ૧૯૯૦ ના રોજ જન્મેલા ઇમરાનભાઈએ તેમની જીવનયાત્રામાં આજથી વધું વર્ષનો ઉમેરો થતાં તેમનાં બહોળા મિત્રવર્તુળ, સગાસ્નેહીજનો પરિવારમાં ખુશાલી વ્યાપી છે દાદા માતા પિતા અને ભાઈઓના પગલે માણસ છીએ લોકોને શક્તિ મુજબ મદદરૂપ બનવું એવું માનનારા ઈમરાનભાઈના જન્મદિને ધાર્મિક, રાજકિય, વેપાર, ઉધોગ, સેવાકિય, સામાજિક, વૈદકિય, સરકારી, સહકારી, શૈક્ષણીક જેવી સંસ્થાઓના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો અને પદાધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શિયાળાના અડદીયા જેવી મઘમઘતી શુભેચ્છા અને શુભકામના મળી રહી છે. ઇમરાનભાઈ મો.9879276970
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
વધુ નવું વધુ જૂનું