દાઉદી વ્હોરા ધર્મગુરુ ડો. સૈયદના સાહેબ આગામી માસમાં સૌરાષ્ટ્રની મુલાકાતે આવે એવી સંભાવના
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તા.૧૪
વિશ્વ લોકકલ્યાણકારી શાંતિદુત દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં ધર્મગુરૂ નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) આગામી માસમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, સહિતના જિલ્લાઓના કેટલાંક ગામોની ટૂંકી મુલાકાતે આવે એવી ચર્ચાઓ સાથે સૌરાષ્ટ્રના કેટલાંક વ્હોરા સમુદાય વસવાટવાળા ગામોના બિરાદરોએ તૈયારીઓ પણ આરંભી દીધી છે જો કે હજુ સુધી ધર્મગુરુ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી
કે પણ સમાજના બિરાદરોમાં જોરશોરથી ચર્ચા જાગી છે કે સૌરાષ્ટ્રમાં તાજદાર ડો. સૈયદના સાહેબ પધારી રહ્યાં છે અને આનંદ પણ વ્યકત કરી રહ્યાં છે હાલ સૈયદના સાહેબ વિદેશના પ્રવાસે છે
તેઓ આગામી દિવસોમાં મુંબઈ આવી ત્યાંથી સૌરાષ્ટ્રની સફરમાં આવે તેવી પ્રબળ શક્યતા છે કોઈપણ દેશનાં નાના બાળકથી માંડી કોઈપણ દેશનાં રાષ્ટ્રપતિ પ્રમુખ કે વડાપ્રધાન સાથે સીધો સંવાદ સાધતાં માનવતાવાદી ડો. સૈયદના સાહેબને વૃદ્ધાવસ્થા હોવાં છતાં દેશ વિદેશના તેમનાં અનુયાયીઓને મળવા માટે સતત પ્રવાસમાં રહે છે
ખાસ કરીને સમાજમાં આરોગ્ય શિક્ષણ રોજગાર રેહઠાણ અને ભોજન જેવાં કાર્યોમાં અગ્રેસર રહેતા ડો. સૈયદના સાહેબ આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં આવનાર હોવાની વાતોને લઈ હાલ તો વ્હોરા સમાજમાં રૂહાની આનંદ છવાયો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News