અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

રાજસ્થાનના બળાત્કાર કેસના ફરાર આરોપીને પકડતી પાળિયાદ પોલીસ

  • ભદ્રાવડી ગામના બાલાજી જિન પાસેથી પકડાયો

બોટાદ જિલ્લાના પાળિયાદ પોલીસ ટીમ દ્વારા રાજસ્થાન રાજયના ઉદેપુર જીલ્લાના બાઘપુર પોલીસ સ્ટેશનમા બળત્કારના ગુનામા જામીન પર ફરાર આરોપીને પાળિયાદ પોલીસ દ્વારા ઝડપી પાડવામા આવ્યો હતો.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ પાળીયાદ પોલીસ સ્ટેશનનાં પો.સબ.ઇન્સ વાય. એ.ઝાલા, એ.એસ.આઈ રણછોડભાઇ ડામોર,એ.એસ.આઈ. હરજીભાઈ સાસુકિયા, હેડ કોન્સ.વિક્રમસિંહ પરમાર પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રીના સમયે પેટ્રોલીંગમાં હતા.

તે દરમીયાન બાતમીના આધારે રાજસ્થાન ના ઉદેપુર જીલ્લાના બાધપુર પોલીસ સ્ટેશનના બળત્કારના આરોપી રોશનલાલ રામાલાલ ધન્નાત તા. ઝાડોલ જી.ઉદેયપુર રાજય રાજસ્થાન છેલ્લા દોઢેક મહીનાથી નાસતો ફરતો હોય જે પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભદ્રાવડી ગામે આવેલ બાલાજી જિન પાસે હોવાની બાતમી મળતા તે આરોપીને પકડી આરોપીની ખરાઇ કરી રાજસ્થાન પોલીસને જાણ કરી કબ્જો સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

વધુ નવું વધુ જૂનું