અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વઢવાણમાં મોબાઈલની દુકાનમાં વેપારી પર લૂંટના ઇરાદે હુમલો

  • અજાણ્યા શખસો દુકાન, બાઇકની તોડફોડ કરી નાસી છૂટ્યા


વઢવાણ શહેરની મુખ્ય બજારમાં અજાણ્યા શખ્સોએ મોબાઇલની દુકાનને નિશાન બનાવી હતી. જેમાં વેપારી પર હુમલો અને દુકાનમાં તેમજ બાઇકની તોડફોડ કરી નાસી છૂટ્યા હતા. મેઇન બજારમાં જ લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા.



વઢવાણ શહેરની મેઇન બજાર કે જ્યાં મોટી સંખ્યામાં શહેરના તેમજ ગ્રામ્ય પંથકના લોકો હટાણુ કરવા આવતા હોવાથી ભીડ પણ જામે છે. અને મુખ્ય બજાર હોવાથી મોટી સંખ્યામાં વેપારીઓ દુકાનો પણ ધરાવે છે. ત્યારે બુધવાર સમી સાંજે બજારમાં આવેલી મોબાઇલની દુકાને અજાણ્યા 3 થી 4 શખ્સો પાઇપ -ધોકા લઇને ધસી આવ્યા તા. અને વેપારી કંઇ સમજે તે પહેલા વેપારીને ઇજા પહોંચાડી તેમજ દુકાનમાં અને બાઇકમાં તોડફોડ કરી ફરાર થઇ જતા ચકચાર ફેલાઇ હતી. મુખ્ય બજારમાં જ લૂંટનો નિષ્ફળ પ્રયાસ થતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા.

જ્યારે ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે વઢવાણ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા વઢવાણ પોલીસ ટીમ દોડી ગઇ હતી. ઇજાગ્રસ્ત વઢવાણના ફેઝલ સલીમભાઈ હોવાનું અને વધુ તપાસ સાથે આગળની કાર્યવાહી બલવંતસિંહ એલ.પરમારે હાથ ધરી હતી.

વધુ નવું વધુ જૂનું