ચેકના કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતી જસદણ કોર્ટ..
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
આ કામની ટૂંકમાં હકીકત એવી છે કે જસદણ તાલુકાના આટકોટ ગામે
શ્રી ગણેશ સીડ્સ નામથી વેપાર કરતા શ્રી ચેતનકુમાર પંડિતરાય પંચોલી રહે આટકોટ વાળાએ આ કામના આરોપી હિંમતભાઈ રવજીભાઈ કોટડીયા જય બજરંગ એગ્રો સેન્ટરના પ્રોપરાઇટર્સ મુકામ ધારી , જીલ્લો અમરેલીવાળા સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ જસદણ કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદમાં દર્શાવ્યા મુજબ ફરિયાદીની એજન્સી પાસેથી આરોપી હિંમતભાઈ રવજીભાઈ કોટડીયા બજરંગ એગ્રો સેન્ટર વાળાએ ઘણા વર્ષથી વેપારી સાથે એગ્રો પ્રોડક્ટ રોકડેથી તેમજ ઉધારમાં વ્યાપારિક ધારા ધોરણ પ્રમાણે વ્યવહાર કરતા હતા.પરંતુ ઘણા સમયથી ફરિયાદી શ્રી ચેતનભાઇ પંચોલીની એજન્સી પાસેથી આરોપીએ ઉધારીમાં લીધેલ અને માલની રકમની અવારનવાર ઉઘરાણી કરવા છતાં આરોપી વાયદાઓ આપી સમય પસાર કરતા હતા અને લેણી રકમ ચૂકવતા ન હતા. જેથી ફરિયાદી ધારી મુકામે રૂબરૂ આરોપીની પેઢીને રૂબરૂ ગયેલ અને છતાં પણ વેચાણ લીધેલ માલની કોઈ લેણી રકમ ન ચૂકવતા શ્રી ચેતનભાઇ પંચોલીની પેઢી શ્રીગણેશ સીડ્સ એજન્સી આટકોટ ના નામનો state bank of india ધારી શાખાનો ૩,૭૨,૭૭૨ /- રૂપિયાની રકમનો ચેક આરોપીએ પોતાની પેઢી વતી સહી કરી તૈયાર કરેલ ચેક ફરિયાદીને આપેલ અને ચેક આપતી વખતે ચેકમાં દર્શાવ્યા પ્રમાણે તમામે લેણી રકમ મળી જશે તેઓ વિશ્વાસ આપેલ. આ ચેક આપતા ફરિયાદીએ વિશ્વાસ અને ભરોસો રાખી જે ચેક ફરિયાદી આટકોટ મુકામે પોતાને એકાઉન્ટમાં જમા કરાવવા નાખેલ પરંતુ પોતાની બેંક તરફથી એવું દર્શાવવામાં આવેલ કે ખાતામાં અપૂરતી રકમ હોવાથી ચેક પાસ થયેલ નથી અને ચેક પરત ફરેલ છે આ રીતે આરોપી શ્રી હિંમતભાઈએ ફરિયાદી સાથે વ્યાપારિક સંબંધો વિકસાવી ફરિયાદી ચેતનભાઇ પંચોલીનો ભરોસો કેળવી વ્યાપારિક મિત્રતાનો આભાસ ઉભો કરી બાંહેધરી આપી ૩,૭૨,૭૭૨/- પુરાની રકમનો એગ્રો પ્રોડક્ટ નો માલ મેળવી લઈ વાયદાઓ આપેલ છતાં ફરિયાદી ચેતનભાઇ પંચોલીના કાયદેસરના લેણા પરત આપવા ન પડે તેવા બદ ઇરાદાથી પોતાના બેંકમાં ખાતામાં અપૂરતી રકમનું જ્ઞાન હોવા છતાં આરોપીએ ઇરાદાપૂર્વક ૩,૭૨,૭૭૨/- પુરાનો ચેક પરત ફરશે તેવું જાણતા હોવા છતાં આવો એક ચેક લખી આપી લેણી રકમ ડુબાડેલ જેથી ચેક રિટર્ન થતા આરોપીને વકીલ મારફતે લીગલ નોટિસ આપવામાં આવેલ છતાં કોઈ લેણી રકમ ફરિયાદીને ચૂકવવામાં ન આવતા ફરિયાદીએ નેગોસીબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક ની ૧૩૮ મુજબના ગુનાની ફરિયાદ જસદણ કોર્ટમાં દાખલ કરેલી. આ ફરિયાદ દાખલ થયા બાદ કામની ફરિયાદ નામદાર કોર્ટ જસદણ સમક્ષ પુરાવામાં આવતા અને તમામ પુરાવો ઉપરથી આરોપી શ્રીબજરંગ એગ્રો સેન્ટર વતી એડવોકેટ શ્રી વી.એન. વાલાણી રજૂ થયેલ અને રજૂઆત કરેલ કે આ કામમાં ફરિયાદી પક્ષ આરોપીને સીડ્સ નું વેચાણ કરેલ હોય તેઓ કોઈ પુરાવો નામદાર કોર્ટમાં રજૂ કરેલ નથી અને આ કામના પક્ષકારો વચ્ચે વ્યાપારિક સંબંધ હતા અને ફરિયાદી ની પેઢી પાસેથી આરોપી માલસામાન ખરીદ કરતા હતા તેવો કોઈ પુરાવો રજૂ કરેલ નથી. આ ઉપરાંત ફરિયાદી હકીકતનો સ્વીકાર કરેલ કે જે તારીખે ચેક લખાવેલ તે તારીખે આરોપી પાસેથી કોઈ લેણું બાકી ન હતું. આ ઉપરાંત ફરિયાદી આટકોટ મુકામે ગણેશ એગ્રોના નામથી વ્યવસાય કરે છે તે બાબતનો કોઈ પુરાવા રજૂ કરેલ નથી. આ ઉપરાંત ફરિયાદી પક્ષે બેંકના કોઈ સાહેદોને તપાસેલ નથી. આ ઉપરાંત ફરીયાદી પક્ષે આરોપીના ખાતામાં કોઈ ઉતારો રજૂ કરેલ નથી અને આરોપીને માલ વેચાણ કરેલ છે અને તેના જી.એસ.ટી. સેલ ટેક્સ ભરેલ છે તે બતાવતો કોઈ પુરાવા રજૂ કરેલ નથી. આ રીતે આ કામના ફરિયાદી પક્ષ આરોપીએ આપેલ સવાલવાળો ચેક કાયદેસર રીતે વસૂલ થઈ શકે તેવા દાવા પેટે કે દેવાના આપેલ હોવાનું ચોક્કસપણે પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયેલ છે. અને આરોપી પક્ષે વિદ્વાન વકીલશ્રી દ્વારા ધારદાર દલીલો કરેલ અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો રજૂ કરેલ.
ઉપરોક્ત તમામ વિગતો, દસ્તાવેજો અને બંને પક્ષની રજૂઆતને ધ્યાને લઈ ક્રિ. પ્રો. ક. ૨૫૫(૧) મુજબ વિદ્વાન ન્યાયમૂર્તિશ્રી વી.એ.ઠકકર સાહેબે જય બજરંગ એગ્રો સેન્ટરના પ્રોપરાઇટર હિંમતભાઈ રવજીભાઈ કોટડીયા રહે. ધારી વાળાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ મુજબ નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ જસદણ ન્યાયાલય દ્વારા કરેલ છે. આ કામમાં આરોપીના બચાવપક્ષે વિદ્વાન અને નિષ્ણાંત ધારાશાસ્ત્રી શ્રી વી.એન.વાલાણી સાહેબ, પિયુષ બી. ખોખર,હેર્મેન્દ્રભાઈ જી.ગીડા અને પ્રકાશ પ્રજાપતી રોકાયેલા હતા.