અમરેલીમાં આગામી તા.૧૫ ૧૬ દાઉદી વ્હોરા સમાજના ઓલિયા મુલ્લા જાફરજી જીવાજીનો ‘ઉર્ષ મુબારક’ ઉજવાશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના મહાન ઓલિયા મુલ્લા જાફરજી જીવાજી સાહેબનો ઉર્ષ મુબારક આગામી તા.૧૫,૧૬ના રોજ અમરેલીમાં અદન અને અકિદત સાથે ઉજવાશે જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો જાફરી મઝારમાં આવી આંસુની અંજલી અર્પણ કરશે
આજીવન અલ્લાહની બંદગી અને લોકભલાઈ કરનારા જાફરજી સાહેબ દરેકની મનોકામના પૂર્ણ કરતા હોવાથી અમરેલી જેસીંગપરામાં આવેલ મઝાર પર હજજારોની સંખ્યામા આસ્થાળુઓ તેમની તુરબત પર માથુ ટેકવશે તેમની સ્મૃતિમાં સંદલ મજલિસ ન્યાઝ કુરાન પઠન જેવા અનેક કાર્યક્રમો યોજાશે જેમાં સૌરાષ્ટ્રના અનેક ગામોના ભાઈ-બહેનો અને બાળકો ઠંડીમાં પણ ભાગ લઈ શ્રદ્ધાના ફુલો ન્યોછાવાર કરશે.
આ અંગે વિવિધ કમિટી દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વિશ્વભરનો દાઉદી વ્હોરા સમાજ ઓલિયા જાફરજી સાહેબને જીજાન થી માને છે અને લોકોની મનોકામના પુર્ણ પણ કરે છે એમ અહી જીયારત માટે પધારતા લોકોનું કહેવું છે નોંધનીય છે કે મુલ્લાં જાફરજી સાહેબનો આ ૨૩૧ મો ઉર્ષ મુબારક છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News