અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

આહ! વાહ! મારું સુરત અસલ શહેર

સુરતીઓ આખા દેશમાં તો ઠીક વિદેશમાં પણ માનીતા અને જાણીતા છે.સુરતે નર્મદ મરીઝ સંજીવકુમાર જેવા ઘણા બધા કોહીનુરોની ભેટ ધરી છે .સુરતમાં તમને આજે આખા દેશની પોતાની માતૃભાષા બોલતા લોકો નજરે પડશે.કેમ કે સુરત પોતાના વિશાલ હૃદયમાં મીની ભારત વસાવીને બેઠું છે .ભારતનો કોઈ ખૂણો એવો નહી જ્યાંથી ભારતીયો વેપાર માટે રોજગાર માટે સુરતમાં આવ્યા નહી હોય.

આહ! વાહ! મારું સુરત અસલ શહેર


સુરતીઓ આખી દુનિયામાં પોતાની અનોખી આગવી રહેણીકરણી ખાણીપીણી માટે દુનિયાભરમાં જાણીતા છે.

અહીં પ્રાણીઓ માટે સરથાણા છે તો કિલ્લાનું મેદાન પણ ઇતિહાસ સાચવીને બેઠું છે અહીં ગોપીતલાવ છે તો ગાંધી સ્મૃતિ પણ છે.અહીં સાંસ્કૃતિક પ્રવૃતિઓ કાયમ ધમધમે છે અહીં સંજીવકુમાર હોલ છે તો માછલી ઘર પણ છે મ્યુઝીમ છે તો ચોપાટી પણ છે અહીં બાગો બગીચાઓની ભરમાર છે તો પુલો ફ્લાયઓવર બ્રિજઓની હારમાળા છે અહી મોટા મોટા મોલથી માંડીને આલીશાન મલ્ટીપ્લેક્ષ પણ છે અહી સિંગલ થિએટરો ઇતિહાસ સાચવીને હજી બેઠા છે .

આ કપડાંની નગરી છે હીરાનગરી છે .સાંસ્કૃતિક નગરી છે બ્રિજનગરી છે સુરત કામધેનુ જેવી નગરી છે અહી બધાને રોટલો અને ઓટલો મળી રહે છે .

સુરતીઓ દરેક આફતને અવસરમાં પળભરમાં પલટી નાખે છે.મુસીબતોનો મજાક બનાવી દે છે તકલીફોને તક આપતા જ નથી .

તાપીની રેલ હોય કે ભૂકંપ હોય કે કોરોના હોય સુરતીઓ બમણા જોશથી દોડવા માંડે છે.રેલ આવવાની હોય તે વખતે સપરિવાર મિત્રમંડળ સહિત પાણી જોવા તાપી પર મેળો સુરતીઓ જ લગાવી શકે અરે એ પાણી જોતા જોતા ભજીયા ખાવાનું જીગર તો સુરતીઓ પાસે જ છે દેશમાં ક્યાંય કુદરતી આફત આવી હોય મદદ સહાયનો ધોધ વહેતો કરવામાં સુરતીઓ હંમેશા મોખરે જ હોય.

દેહદાન હોય ચક્ષુદાન હોય કે હૃદય ટ્રાન્સફર હોય સુરતીઓ અવ્વલ જ હોય 

સવાર પડતા જ ખમણ લોચો શોધવા નીકળી પડે એ સુરતી જ હોય 

સુરતીઓ પતંગ ચગાવવાના તહેવારને પણ આંતરરાષ્ટીય બનાવી દે છે .પોક પાપડી પતંગ ઘારીને દેશવિદેશમાં મશહુર કરી દે છે 

અહી આલુપુરી છે પાણીપુરી છે ખમણ છે લોચો છે .ટામેટાના ભજીયા છે બ્રેડ પકોડા છે વડાપાઉ છે પાવભાજી છે ફાફડા છે જલેબી છે ઘારી છે પોંકવડા પોંકની પેટીસ છે ભજીયા સમોસામાં સુરત જેટલી વેરાયટી ટેસ્ટ સ્વાદ તમને બીજે ક્યાંય નહી  મળે.

અહીં રોજ લાખો રૂપિયાની ચાહ પીવા જાય છે અને શરાબની અવનવી બ્રાન્ડની રેલમછેલ થાય છે 

જેની સાથે સવારે લાંબો ટૂંકો ઝઘડો થયો હોય પેટભરીને બોલાચાલી થઈ હોય સાંજે એજ  બે વ્યક્તિઓ ચાહની કીટલી પર કે પાનના ગલ્લે કે નાસ્તાની લારી પર સાથે હસતા બોલતા જોવા મળશે 

અહી પાણીપુરીવાલો 3/4 કલાકમાં 500 /700 રૂપિયા  કમાઈ લે છે તો ઓફિસમાં બેઠા બેઠા લાખોના સોદા પાર પાડવાવાલા સુરતીઓ પણ બેઠા છે  .

તાપી માતાની મહેરબાની અને પરમકૃપાળુ ભગવાનના આશીર્વાદથી સુરતની આન બાન અને શાન હજુ વધારે નિખરે એમ  પ્રાર્થના કરીએ.







અબ્બાસભાઈ કૌકાવાલા

સુરત


વધુ નવું વધુ જૂનું