ગોંડલમાં રવિવારે હાડકા અને સાંધાનો વિના મૂલ્યે નિદાન કેમ્પ: દવાઓ મફત રજિસ્ટ્રેશન જરૂરી
ગોંડલ: ગોંડલ શહેરમાં આગામી તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ને રવિવારના રોજ સવારે નવ થી બપોરના એક વાગ્યા સુધી હાડકાં અને સાંધાનો એક વિના મૂલ્યે કેમ્પ યોજવામાં આવેલ છે જેમાં જરૂરીયાત મુજબ દર્દીઓને દવાઓ પણ મફત આપવામાં આવશે કેમ્પ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રી લેઉવા પટેલ જ્ઞાતિ મંડળ જેલચોક પટેલવાડી ખાતે રવિવારે યોજવામાં આવતા આ કેમ્પમાં સૌરાષ્ટ્રના જાણીતા સર્જન ડો. ચિરાગ પરસાણા ખાસ ઉપસ્થિત રહી ચાર કલાક સેવા આપશે અને હાડકાં અને સાંધાના દર્દીઓનું અતિ આધુનિક વિજ્ઞાનથી ચોક્કસ નિદાન કરી આપશે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના વિવિઘ નગરોમાં હજજારો દર્દીઓને સડસડાટ દોડતાં દોડતાં કરનારા રાજકોટના જાણીતા ઓર્થોપેડીક સર્જન ડો. ચિરાગ પરસાણા ખાસ નવાં વર્ષના પ્રથમ દિવસે જ ગોંડલના કેમ્પમાં હાજરી આપતાં હોય ત્યારે દર્દીઓ પોતાનાં નામનું રજીસ્ટ્શન મો.6352197312 અને મો.6352481121 ઉપર કરાવી લઈ સમય અનુરૂપ દર્દીઓની તપાસ કરવામાં આવશે એમ એક યાદીમાં જણાવાયું છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News